GSTV

ગુજરાતીઓ પાસેથી સરકારે કોરોનાકાળમાં રૂપિયા 1600 કરોડ ખંખેરી લીધા, લોકોનાં ખિસ્સાં ખાલી કરી દીધા

જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી તેવી કહેવત છે અને તે ટાંકીને ગુજરાતના મુખ્યમંત્રીએ એક વાર અમારી સરકાર વેપારી નથી તેમ કહી હૈયાધારણા આપી હતી. પરંતુ, અહીં વાત કેન્દ્રની છે. જી.ડી.પી. તળિયે અને ક્યારેક તળિયાથી નીચે, કરોડો બેકાર, આર્થિક સંકટથી આપઘાતોનો સિલસિલો અને તે સ્થિતિમાં રાહત ઝંખતા ગુજરાતના પ્રજાજનો પર જૂન-૨૨થી સપ્ટેમ્બર-૨૨ સુધીના માત્ર ત્રણ માસમાં જ ઈંધણના ભાવમાં વધુ વધારો કરીને કેન્દ્રએ રૂ।.૧૬૦૦ કરોડથી વધુ રકમ વધારાની મેળવી લીધી છે.

મંદીના પગલે 45 કરોડ લિટર પેટ્રોલ, 120 કરોડ લિટર ડીઝલ વેચાયું

ડીઝલનું વેચાણ વધ્યું નથી તેમ માની લઈએ અને ત્રણ માસમાં સામાન્ય સંજોગોમાં ૧૬૦ કરોડની સામે ૧૨૦ કરોડ લિટર જ વેચાયું તો પણ આશરે રૂ।.૧૨૦૦ કરોડ અને પેટ્રોલ ૫૪ કરોડને બદલે મંદીના પગલે ૪૫ કરોડ લિટર વેચાયું તો તેમાં આશરે રૂ।.૪૫૦ કરોડ સહિત ૧૬૦૦ કરોડથી વધુ રકમ લોકોએ નાછૂટકે સરકારને વેરા પેટે નહીં પણ વધારાના વેરા પેટે ચૂકવવી પડી છે. કમસેકમ આ નાણાં જો લોકો પાસે રહેવા દીધા હોત તો તેઓ ધંધો કરત, ખરીદી કરત અને બજારમાં થોડી ચમક આવત એવી આમ નાગરિકની ગણત્રી વજુદ વગરની નથી.

ઉંચા દરના વેરા યથાવત રખાયા

આ રકમ એ કૂલ ટેક્સ નથી, એમ તો હાલની કેન્દ્ર સરકારે અગાઉની સરકારના સમય કરતા પેટ્રોલ-ડીઝલ ઉપર ઘણા ઉંચા દરના વેરા અગાઉથી જ નાંખેલા છે અને તે તો યથાવત્ જારી રખાયા છે પણ કોરોના કાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થતા ઉપરોક્ત વેરા ઉપરાંત વધારાના લિટરે રૂ।.૧૦-૧૨ના વેરા ઝીંકાયા હતા. જેનો ડામ જેમને કોરોનાની કળ વળી નથી તેવી જનતાને જૂનના બીજા સપ્તાહથી જ આપવાનો શરુ કરી દેવાયો છે.

કોરોના સંક્રમણમાં પણ ટેક્સ ઘટાડ્યો ન હતો

ગુજરાતમાં માર્ચથી કોરોનાનું સંક્રમણ શરુ થયું ત્યારથી જૂનના આરંભ સુધી કેન્દ્રએ ઈંધણનો ટેક્સ ઘટાડી રાહત ન્હોતી આપી છતાં તા.૬ જૂન સુધી પેટ્રોલ પ્રતિ લિટર રૂ।.૬૭.૦૭ પૈસા (શહેર મૂજબ પૈસામાં થોડો ઘણો ફરક) અને ડીઝલ રૂ।.૬૫.૧૦ના ભાવે મળતું હતું. વિશ્વમાં ભાવ ઘટયા પણ આ ભાવ સ્થિર હતા.બાદમાં તા.૭ જૂનથી વધારાનો દોર શરુ કરીને તા.૨૩ જૂને પેટ્રોલ રૂ।.૭૭એ અને ડીઝલ પણ રૂ।.૭૭એ પહોંચાડી દઈ પેટ્રોલમાં રૂ।.૧૦ અને ડીઝલમાં રૂ।.૧૩નો ભાવ વધારો કરાયો હતો. ત્યારબાદ આ ભાવ હજુ સુધી જળવાઈ રહ્યો છે, જે ઘટાડાની વાત આવે છે તે ઘટાડો માત્ર પૈસામાં છે અને તે પહેલા વધારો રૂપિયામાં કરી દેવાયો છે.

ઈંધણના વેરા વધારા સામે થયો હતો વિરોધ

જૂલાઈમાં પેટ્રોલના ભાવ અતિ ઉંચા ટકાવી રખાયા અને ડીઝલમાં તેમાંય રૂ।.૧.૩૦નો વધારો કરાયો. તો ઓગષ્ટમાં પેટ્રોલમાં દોઢ રૂપિયાનો લિટરે વધારો ઝીંકી દેવાયો. અને હવે સપ્ટેમ્બરમાં ઘટાડો કેટલો થયો? પેટ્રોલમાં માત્ર ૯૧ પૈસા અને ડીઝલમાં રૂ।.૧.૮૮ પૈસા! આમ ઘટાડો ભ્રામક છે. ઈંધણના વેરા વધારા સામે ખેડૂતો, વેપારીઓના સંગઠનો, લોકોએ વિરોધ કર્યો, વિરોધપક્ષે અનેકવાર વિરોધ કાર્યક્રમો કર્યા પણ સરકારનું રૂવાટું પણ ફરક્યું નથી અને ‘માન રાખવા ખાતર ‘પાંચ-સાત રૂ.નો વેરો પણ ઘટાડયો નથી.

ઈંધણના ઉંચા ભાવી મોંઘવારી અને વિષચક્ર વધુ ફરતુ થયું

પેટ્રોલ-ડીઝલનો વપરાશ એ હવે હરવા ફરવા કે આરામદાયક મુસાફરી માટે થતો નથી. લોકો ઘરનું માંડ માંડ ગુજરાન ચલાવવા, નોકરી-ધંધાએ જવા, જી.ડી.પી.ઉંચો આવે આત્મ નિર્ભર થવાય તે માટે કારખાનાઓ ચલાવવા, બિમાર માણસને હોસ્પિટલે લઈ જવા વગેરે તમામ કાર્યો માટે અનિવાર્ય બન્યો છે.આ કારણે ખુદ એક સમયે ભાજપના જ નેતાઓએ કહ્યું તેમ ઈંધણના ઉંચા ભાવથી મોંઘવારી અને મંદીનું વિષચક્ર વધુ ફરતું થયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ સસ્તુ થાય કે સસ્તુ રહે તો હાશ, હવે પેટ્રોલ સસ્તુ મળશે, ડીઝલનો ખર્ચ ઓછો થશે તેવો જે સાહજિક હરખ લોકોને થતો તે સરકારની ક્રૂડ સસ્તુ થાય તો વેરા વધારી દેવાની નીતિ રીતિથી હવે થતો નથી.

Related posts

બિલ ગેટ્સ/ મહામારી વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે આશા, વેક્સિન તૈયાર કરવામાં ભારતની ભૂમિકા હશે અત્યંત મહત્વની

pratik shah

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભુપત ભરવાડ વિરુદ્ધ એક બાદ એક ગુના દાખલ, જમીન માફીયા વિરુદ્ધ ગાળ્યો કસાયો

pratik shah

ગોધરા/ સાતપુલ રોડ ઉપરથી 16 લાખથી વધુની જૂની ચલણી નોટો સાથે બે આરોપી ઝડપાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!