GSTV

મોંઘી થઈ રહેલી ડુંગળી પર સરકારે લગામ લગાવવા ભર્યુ આ પગલું, હવે બજારમાં આ રીતથી થશે વેચાણ

દેશમાં વધી રહેલ ડુંગળીના ભાવને લઈને કેન્દ્ર સરકારે સખથ પગલા ઉઠાવ્યા છે. ડુંગળીના વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ડુંગળી પર સ્ટોક લિમિટ નિયમ લાગુ કરી દીધો છે. જથ્થાબંધ વેપારી હવે માત્ર 25 મિટ્રિક ટન ડુંગળી રાખી શકશે. જ્યારે છૂટક વેપારી માત્ર બે મિટ્રિક ટન ડુંગળીનો સ્ટોક કરી શકશે. એટલુ જ નહી ડુંગળીની આવક વધારવા માટે MMTC 10 હજાર મિટ્રિક ટન ડુંગળી આયાત માટે ટેન્ડર જાહેર કરશે. ખાનગી કંપનીઓ સિવાય એમએમટીસી રેડ ડુંગળીની આયાત કરશએ.

કિંમતોને કાબુમાં કરવા માટે વિદેશની મંગાવવામાં આવશુ ડુંગળી

દેશના ઘણા શહેરોમાં ડુંગળીની કિંમતો 100 રૂપિયા પ્રતિ કિલોની પાર પહોંચી ગઈ છે. વધતી કિંમતોને કાબુ કરવા માટે ડુંગળીની સ્ટોક લિમિટ નક્કી કરવામાં આવી છે. સ્ટોક લિમિચથી વધુ ડુંગળી રાખવા પર દોષિતોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. નેફેડે અત્યાર સુધી 42 હજાર ટન ડુંગળી વેચી છે. જ્યારે કે, નેફેડની પાસે 20 થી 25 હજાર ટનનો સ્ટોક બચ્યો છે. નેફેડે આ વર્ષે 98 હજાર ટનનો સ્ટોક બનાવ્યો હતો. એમએમટીસી કાલે ડુંગળીની આયાત માટે ટેન્ડર જાહેર કરશે.

રાજ્યમાં આવ્યો રેકોર્ડ ઉછાળ

વરસાદના કારણે 6 લાખ મેટ્રિક ટન ડુંગળીનું ઉત્પાદન પ્રભાવિત થયુ છે. આ જાણકારી ડુંગળી ઉત્પાદક રાજ્યોને આપી છે. જમાખોરોને ડુંગળીની કેટલી જમા કરી છે તેના આંકડા સરકારની પાસે નથી.

ડુંગળીના ભાવ વધુ વધવાના અણસાર

જણાવી દઈએ કે, કેટલાક વિસ્તારોમાં શાકભાજી માર્કેટમાંથી નીકળીને ડુંગળી 150 રૂપિયા કિલો સુધી વેંચાઈ રહી છે. તો ટમેટા પણ મોંઘવારીના કારણે વધી રહ્યા છે. ટમેટાનો ભાવ 90 રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ આ ભાવ અહીંયા જ રોકાશે નહી. શાકભાજી વેંચી રહેલા દુકાનદારોનું કહેવુ છે કે, ડુંગળી-ટમેટા પર હજુ પણ 10 થી 20 રૂપિયા પ્રતિ કિલો વધી શકે છે. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે તેની પાછળનું સૌથી મોટુ કારણ છે જમાખોરી. જોકે, જો કે, જથ્થાબંધ બજાર ઠેલા વેચાતા ટામેટાં અને ડુંગળીના દરોમાં નોંધપાત્ર તફાવત છે, પરંતુ તેની પાછળ છૂટક દુકાનદારનું પોતાનું તર્ક છે. કારણ ગમે તે હોય પણ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગડતું જાય છે.

READ ALSO

Related posts

મહાન ફૂટબોલર મારાડોનાનું મોત શંકાસ્પદ ? ડોક્ટરના ઘર અને ઓફિસ પર પોલીસની રેડ

Karan

ચાલુ વર્ષને ઝીરો એજ્યુકેશન વર્ષ ડિકલેર કરવા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસિએશનની માગ

Nilesh Jethva

હાર્દિક પંડ્યાએ કેમ કર્યો ટીમ ઈન્ડિયાની રણનીતિનો ખુલાસો? વિરાટ કોહલીએ કરી સ્પષ્ટતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!