GSTV

તહેવારોમાં ડુંગળીના ભાવ વધતાં સરકારે લીધો મોટો નિર્ણય, કોમનમેન માટે રાહતના સમાચાર

તહેવારોની સીઝનમાં ડુંગળીના વધી રહેલા ભાવ ડરી ગયેલી સરકારે ભાવને અંકુશમાં રાખવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળીની આયાત સંબંધિત નિયમોમાં છુટછાટ આપી છે જેથી સ્થાનિક બજારમાં આયાતી ડુંગળીની સપ્લાય વધારીને ભાવને અંકુશમાં રાખી શકાય. ઉપરાંત સરકારે ડુંગળીના પોતાના બફર સ્ટોકમાંથી બજારમાં સપ્લાય વધારવાનો નિર્ણય લીધો છે.

દક્ષિણ અને પશ્વિમ વિસ્તારમાં વરસાદથી સપ્લાયમં મુશ્કેલી

સરકારે આજે એક નિવેદનમાં આ માહિતી આપી છે. નોંધનીય છે કે, ડુંગળીના ભાવ છેલ્લા એક મહિનામાં ઘણા વધી ગયા છે. ગત મંગળવારે ચેન્નઇ ખાતે છુટક બજારમાં 1 કિલો ડુંગળીનો ભાવ 73 રૂપિયા બોલાયો હતો. તો દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયા, કલકત્તામાં 65 રૂપિયા અને મુંબઇમાં 67 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહી છે. બજાર જાણકારોનું કહેવું છે કે, દક્ષિણ અને પશ્ચિમના વિસ્તારોમાં ભારે વરસાદથી સપ્લાયમાં મુશ્કેલી સર્જાઇ છે અને ખરીફ પાકની આવક પ્રભાવિત થઇ છે. જે આગામી સપ્તાહોમાં શરૂ થનાર છે.

ડુંગળીના ભાવ શા માટે અચાનક વધ્યા લાગ્યા

હાલ બજારમાં શિયાળામાં સંગ્રહ કરાયેલી ડુંગળી વેચાઇ રહી છે. નિષ્ણાંતોનું માનવુ છે કે સામાન્ય રીતે વપરાશવાળા વિસ્તારોમાં આ દરમિયાન ભાવ પણ દબાણ આવી જાય છે પરંતુ વરસાદના લીધે મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે જેના પગલે સપ્લાય અવરોધાઇ છે. સરકારી આંકડાઓ મુજબ દક્ષિણ અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ડુંગળીના છુટક ભાવ તીવ્ર ગતિથી વધ્યા છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી મોટુ ડુંગળી ઉત્પાદક રાજ્ય છે.

નાસિકમાં છે આ ભાવ

નાસિકમાં હાલના સમયે ડુંગળીના ભાવ 66 રૂપિયા પ્રતિ કિગ્રા બોલાઇ રહ્યા છે. જ્યારે વર્ષ પૂર્વે હાલના સમયે ડુંગળી બજારમાં 35 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે વેચાઇ રહી હતી. બજારમાં ડુંગળીની પુરતી સપ્લાયની ખાતરી કરવા માટે સરકારે પાછલા મહિને નિકાસ પણ પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં ભાવ તીવ્ર ઘટીથી વધ્યા છે.

Related posts

આજે ભારત બંધ, કેન્દ્રની મોદી સરકારની ડિકેટશન નીતિઓ વિરુદ્ધ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની એક દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલ

pratik shah

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!