GSTV
Home » News » મોદી સરકારે 100 લાખ કરોડના રોકાણનો મૂક્યો માસ્ટરપ્લાન, 10 પ્રોજેક્ટની થશે મોટી જાહેરાત

મોદી સરકારે 100 લાખ કરોડના રોકાણનો મૂક્યો માસ્ટરપ્લાન, 10 પ્રોજેક્ટની થશે મોટી જાહેરાત

સરકાર આગામી પાંચ વર્ષમાં  ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ નાણાપ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું. ૧૫ ડિસેમ્બર સુધીમાં દસ પ્રોજેક્ટમાં રોકાણની જાહેરાત કરવામાં આવશે.  કેન્દ્ર સરકાર જીવન જીરૂરી વસ્તુઓ પરનો જીએસટી લઘુતમ દરે લઇ જવાના પ્રયત્નો કરશે અને અન્ય વસ્તુઓ પરના જીએસટી દરોમાં પણ ઘટાડો કરશે. 

સિતારમને વધુમાં જણાવ્યું છે કે ગયા સપ્તાહમાં જીડીપીના આંકડા જાહેર થયા તે પહેલાથી જ સરકારે અર્થતંત્રની ચિંતાઓ પર કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. નાણા પ્રધાન  નિર્મલા સિતારમને નાણાકીય ખાધના લક્ષ્યાંક અંગેના પ્રશ્રનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૨ ટકા થઇ છે. જો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના 104 ટકા હતી. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ઘણી વૈશ્વિક કંપનીઓ ચીનમાંથી નીકળીને ભારતમાં બિઝનેસ શરૂ કરવા માગે છે અને ભારત સરકારે આવી કંપનીઓને દેશમાં લાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે. 

ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજક્ટમાં રોકાણ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.  સપ્ટેમ્બરમાં આર્થિક સચિવના નેતૃત્ત્વમાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી.  નાણા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે આગામી કવાર્ટરમાં જીડીપીના આંકડા વધુ સારા રહેશે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ જુલાઇ-સપ્ટેમ્બરના બીજા કવાર્ટરમાં જીડીપી વિકાસ દર ઘટીને ૪.૫ ટકા થઇ ગયો છે. જે ૬ વર્ષની નીચલી સપાટીએ છે. પ્રથમ કવાર્ટરમાં જીડીપી પાંચ ટકા હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર જીએસટીને વધુ સરળ બનાવશે.

READ ALSO

Related posts

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari

રામ જન્મભૂમિ મામલે નિર્મોહી અખાડા સહિત 18 રિવ્યૂ પિટીશન પર આજે સુનાવણી

Bansari

નાગરિકતા સંશોધન બિલ વિરોધ : ગુવાહાટી બાદ શિલોંગમાં પણ કર્ફ્યૂ, 48 કલાક માટે ઈન્ટરનેટ સેવા બંધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!