GSTV
Home » News » ઈ-કોમર્સ કંપનીઓ પર સરકાર લગામ કસશે, ટૂંક સમયમાં નવા નિયમો લાગુ થશે

ઈ-કોમર્સ કંપનીઓ પર સરકાર લગામ કસશે, ટૂંક સમયમાં નવા નિયમો લાગુ થશે

કેન્દ્ર સરકાર લોકસભામાં ગ્રાહક સંરક્ષણ બિલ પાસ થયા બાદ ઈ-કોમર્સ કંપનીઓ પર લગામ કસવાની તૈયારીમાં છે. ખરેખર, ઑનલાઇન વિક્રેતાઓ માટે નવા નિયમ જાહેર કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવ મુજબ ઈ-કોમર્સ કંપનીઓને પૈસા વાપસી, સામાન વાપસી, સામગ્રી ફેરફાર જેવી તમામ નીતિઓને ગ્રાહક સમક્ષ સ્પષ્ટ કરવી પડશે. સાથે જ ગ્રાહકોની ફરિયાદ દૂર કરવા સારું તંત્ર બનાવવુ પડશે. જો કંપનીઓ નિયમોનું પાલન કરશે નહીં તો દંડની જોગવાઈ છે.

લોકસભામાં પાસ થયેલા કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે અલગ જોગવાઈ છે. સરકારને આશા છે કે આ ટૂંક સમયમાં રાજ્યસભામાં પાસ થઇ જશે, કારણકે વિરોધી પાર્ટીઓ પણ તેના સમર્થનમાં છે. સેક્રેટરી અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે નવા નિયમનો ડ્રાફ્ટ તૈયાર છે, જેવી રીતે બિલને સંસદ તરફથી મંજૂરી મળશે કે તરત જ સામેલ જોગવાઈ હેઠળ નવા નિયમ જાહેર કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે નવા નિયમોમાં તમામ ભાગીદારો પાસેથી સલાહ લઇને વ્યાપક બનાવવામાં આવ્યું છે. એવો કોઇ પહેલુ નથી કે જે નજરઅંદાજ થયો હોય. આ બિલ હેઠળ ઈ-કોમર્સ કંપનીઓની પ્રક્રિયામાં ફેરફાર માટે છે. જે હેઠળ ગ્રાહકોની ફરિયાદોનું સમાધાન ચાર સ્તર પર થશે.

ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકના કસ્ટમર કેર, ફરિયાદ સમાધાન અધિકારી, અપીલ અધિકારી અને ચોથો ગ્રાહક સુરક્ષા જોગવાઈને સુવિધા મળશે. જો એવું જણાવવામાં આવ્યું કે ઈ-કોમર્સ કંપનીએ જાણીજોઇને ગ્રાહકની ફરિયાદને નજરઅંદાજ કરી તો દંડ પણ થશે.

નવા નિયમોમાં એવી સ્થિતિને પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે જેમાં કસ્ટમર કેરથી સંતુષ્ટ નહીં હોવાની સ્થિતિમાં ગ્રાહક આગળ પગલું ઉઠાવી શકશે. ફરિયાદ કોઈ પણ પ્રકારની હોય, ઈ-કોમર્સ માટે તેનું સમાધાન યોગ્ય પદ્ધતિએ કરવુ પડશે. સાથે જ સમાધાનનો સમય 30 થી 45 દિવસ સુધી પણ નક્કી રહેશે. સ્મરણ રહે કે ઈ-કોમર્સ કંપનીઓ વિરુદ્ધ વર્ષ 2017-18માં ફરિયાદમાં 42 ટકાનો વધારો થયો છે. એક રિપોર્ટ મુજબ, વર્તમાન વર્ષના અંત સુધી દેશમાં ઑનલાઇન શોપિંગ કરનારા લોકોની સંખ્યા 12 કરોડ થઇ જશે. જ્યારે ગત નાણાંકીય વર્ષ સુધી લગભગ 10.8 કરોડ ગ્રાહકો હતાં. અનુમાન છે કે વર્ષ 2020-21 સુધી ઈ-કોમર્સ બિઝનેસ 2.5 લાખ કરોડથી 2.7 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

મંત્રાલય મુજબ, નવા નિયમો હેઠળ ઈ-કોમર્સ કંપનીઓને ગ્રાહકોને પૈસા પરત આપવાની નક્કી મુદ્દત જણાવવી પડશે. સાથે જ જો તેના તરફથી ખરીદવામાં આવેલી વસ્તુ ઑનલાઇન વિક્રેતાને પાછી મોકલવામાં આવે છે તો તેની પ્રક્રિયાની જાણકારી આપવી પડશે.

READ ALSO

Related posts

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah

કાલાવાડ મામલતદારે પાકવીમા આવેદનપત્રનો અસ્વીકાર કરતાં, કોંગી ધારાસભ્યો કાર્યકર્તાઓ ઉપવાસ પર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!