GSTV
Home » News » ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક સમયમાં બે મોટી ભેટ આપવા જઇ રહી છે. જેની જાહેરાત આવતા અઠવાડિયા સુધી અથવા બજેટ પહેલા થઇ શકે છે. જે હેઠળ જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે, તો ખેતી માટે વ્યાજમુક્ત લોન પણ મળશે.

દર મહિને આટલો પગાર મળશે

દરેક સીઝનમાં ખેડૂતોને પ્રતિ એકર ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં નખાશે. જોકે, આ પૈસા ખેડૂતોને કેટલીક શરતોની સાથે મળશે. આ પૈસાની મદદથી ખેડૂત ખેતી દરમ્યાન થનારા ખર્ચને સરળતાથી પૂર્ણ કરી શકશે. ખેતી દરમ્યાન ખેડૂતોનો મુખ્ય ખર્ચ, બીજ, ખાદ્ય, સિંચાઈ અને પાકનુ ઉત્પાદન થવાથી મંડી સુધી લઇ જવાની ઢુલાઈ પર થાય છે.

આ શરતોને કરવી પડશે પૂર્ણ

ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા માટે અમૂક જરૂરી શરતોને પૂર્ણ કરવી પડશે. આ શરતોમાં ઉપજ વેચવાનો સમય, ખરીદદારની માહિતી, ખેડૂતોને આધાર કાર્ડ, પાકની માત્રા, જમીનનુ વિવરણ અન્ય આ બધા ડેટાને પાકના વેચાણ સમયે એકત્રિત કરવામાં આવશે.

મળશે વ્યાજ મુક્ત લોન

કેન્દ્ર સરકાર ત્યારબાદ વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત પણ કરી શકે છે, જેનાથી ખેડૂતો પર વધુ આર્થિક બોઝ ના પડે. ખેડૂતોને એક લાખ રૂપિયાની વ્યાજમુક્ત લોન પણ મળશે.

દેવામાફી થશે નહીં

જોકે, હવે સરકાર ખેડૂતો દ્વારા પહેલા લેવામાં આવેલા દેવાને માફ કરશે નહીં. સરકારનુ માનવુ છે કે દેવામાફીથી બેંકોના આરોગ્ય પર અસર પડશે. વ્યાજ મુક્ત લોન આપવાથી સરકાર પર લગભગ 2.30 લાખ કરોડ રૂપિયાનો બોઝ પડશે. સરકાર તેની જાહેરાત યૂનિવર્સલ બેસિક ઈનકમ (યૂબીઆઈ) હેઠળ કરશે.

અહીંયા થયો છે પાયલટ પ્રોજેક્ટ

મધ્ય પ્રદેશમાં વર્ષ 2010 થી 2016 સુધી ચાલનારા પાયલટ પ્રોજેક્ટમાં ઘણા સકારાત્મક પરિણામ આવ્યા હતાં. ઈન્દોરના 8 ગામની 6000ની આબાદી વચ્ચે પુરૂષો અને મહિલાઓને 500 અને બાળકોને દર મહિને 150 રૂપિયા આપ્યા હતાં. આ જ રીતે તેલંગાણા અને ઝારખંડ જેવા નાના રાજ્યોમા પણ આ પ્રકારની સ્કિમ ચાલી રહી છે. તેલંગાણામાં સરકાર ખેડૂતોને વાવેતર કર્યા પહેલા અને બાદમાં 4-4 હજાર રૂપિયાની મદદ આપે છે.

READ ALSO

Related posts

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur

એમેઝોન અને ફ્લિપકાર્ટે એક સપ્તાહમાં ભારે ડિસ્કાઊન્ટ આપી ત્રણ અરબ ડોલરનો માલ વેચતા સરકાર વિચારમાં લીન

Mayur

બોલિવૂડનું ક્યૂટ કપલ ગણાતું સારા અને કાર્તિક આર્યન શા કારણે થઈ ગયાં અલગ…?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!