GSTV

આટલું સસ્તુ! સરકાર લાવી બજાર કરતાં ઓછી કિંમતે જબરદસ્ત AC, આ રીતે કરો બુક

સરકાર સસ્તા એલઇડી બલ્બ બાદ હવે સસ્તા ભાવે AC લાવવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર એલઇડી બલ્બની કહાનીનું પુનરાવર્તન કરવાની તૈયારી કરી ચુકી છે. સરકારી હસ્તક્ષેપ બાદ જે રીતે એલઇડી બલ્બના ભાવ નીચે આવી ગયાં હતાં, તેવી જ રીતે એસીના ભાવ પર પણ લગામ લગાવીને તેને સામાન્ય જનતા સુધી પહોંચાડવાના પ્રયાસની સરકારે શરૂઆત કરી દીધી છે. સરકારી સંસ્થા EESLએ બજાર ભાવના મુકાબલે 30થી 40 ટકા સસ્તા ભાવ પર એસી વેચવાનું શરૂ કરી દીધું છે.

50 હજાર એસી વેચવાનો ટાર્ગેટ

આ વર્ષે 50 હજાર એર કંડીશનર વેચવાનો ટાર્ગેટ મુક્યો છે. સરકારે એસી કંપનીઓને ભારે કોમ્પીટીશન આપવા આપવાની તૈયારી કરી લીધી છે. સરકારી સંસ્થા ઇઇએસએલે સસ્તા એસીનું વેચાણ શરૂ કર્યુ છે. EESLની સત્તાવાર વેબસાઇટ પર દોઢ ટનના એસી વેચવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ એકમાત્ર એવું એસી છે જેની 5.4 સ્ટાર રેટિંગ છે. એટલે કે સૌથી વધુ વીજળી બચાવતું એસી છે.

30થી 40 ટકા સસ્તુ એસી

EESLના આ એસીની કિંમત 41,300 રૂપિયા છે જે બજારમાં વેચાતા આ કેટેગરી એસીની કિંમતના મુકાબલે 30-40 ટકા સસ્તુ છે. આ એસીને વોલ્ટાસ કંપનીએ બનાવ્યું છે. EESLના ચીફ જનરલ મેનેજર (ટેક) એપી જનરલે જણાવ્યું કે તેમનું એર કંડીશનર બજારમાં રહેલા અન્ય એર કંડીશનરોના મુકાબલે સૌથી વધુ વીજળી બચાવે છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે હજુ સુધી 3400 એર કંડીશનરનો ઓર્ડર તેમને મળી ચુક્યો છે. આ એસીનું વેચાણ હાલ દિલ્હી-એનસીઆર, મુંબઇ અને પુણેમાં કરવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!