GSTV

બે બૂસ્ટર પેકેજ છતાં ઈકોનોમીને ન મળ્યો વેગ, મોદી સરકાર વધુ 50 હજાર કરોડના ત્રીજા પેકેજની કરી રહી છે તૈયારી

સરકાર મંદીથી ઘેરાયેલી ઈકોનોમીને ગતિ અઆપવા માટે મોદી સરકાર ત્રીજા રાહત પેકેજેની તૈયારી કરી રહી છે. આ પેકેજ 45થી 50 હજાર કરોડ રૂપિયાનું હોઈ શકે છે. આ પેકેજનો ભાર જોબ સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર રહેશે. તે જ સમયે, સરકાર રોજગાર બનાવવા અને વ્યવસાય વધારવા માટે કેટલાક ક્ષેત્રોની કંપનીઓને ટેક્સમાં છૂટ અને રોકડ પ્રોત્સાહન પણ આપી શકે છે. સરકારનું કહેવું છે કે તે રોજગાર વધારવા અને માંગ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. રોજગાર વધારવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

બે રાહત પેકેજ છતાં અર્થતંત્રમાં કોઈ વેગ નહીં

અર્થતંત્રને રાહત આપવા સરકારે અગાઉ આર્થિક પેકેજ અંતર્ગત રૂ. 20 લાખ કરોડનું પેકેજ આપ્યું હતું. આ પછી આશરે 45,000 કરોડ રૂપિયાના બીજા પેકેજની જાહેરાત કરવામાં આવી. જો કે, આ બંને પેકેજોએ અર્થતંત્રમાં કોઈ વધારાનો વેગ બતાવ્યો નથી. સરકારનું કહેવું છે કે ત્રીજા પેકેજ હેઠળ, માળખાગત પ્રોજેક્ટ્સ પર ભાર મૂકવામાં આવશે. આ અંતર્ગત 20-25 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે જેમાં જંગી રોકાણ કરવામાં આવશે. કારણ કે આ ક્ષણે રોજગાર વધારીને માંગ ઉભી કરવી મહત્વપૂર્ણ છે. તેથી, સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માંગે છે. આ નોકરી કુશળ અને અકુશળ બંને કામદારો માટે હશે.

કન્ઝ્યૂમર બેઝ્ડ કંપનીઓને મળી શકે છે ટેક્સમાં છૂટ અને કેસ ઇન્સેન્ટિવ

સરકાર ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ કંપનીઓ, ટૂર અને ટૂરિઝમ ક્ષેત્રની કંપનીઓને પણ ટેક્સમાં છૂટ અને રોકડ પ્રોત્સાહન આપી શકે છે. ઉદ્યોગનું કહેવું છે કે કોવિડ -19 ને કારણે કંપનીઓને ખૂબજ મોટા પ્રમાણમાં આંચકો લાગ્યો છે. આથી તેમને ટેક્સ છૂટ અને રોકડ પ્રોત્સાહનોની જરૂર છે. ઉપભોક્તા ઉત્પાદન કંપનીઓને જો પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પ્રમાણમાં રોજગારની તકો ઊભી કરી શકાય છે.

READ ALSO

Related posts

કોરોનાએ રંગમાં ભંગ પાડ્યો: લગ્નના દિવસે જ રીપોર્ટ આવ્યો પોઝિટિવ, વિદાઈની જગ્યાએ ક્વોરન્ટીન થઈ દુલ્હન

Ankita Trada

કોંગ્રેસ પાર્ટીએ નવા કોષાધ્યક્ષની વરણી કરી, અહમદ પટેલની જગ્યા લેશે આ નેતા

Pravin Makwana

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!