GSTV
Home » News » મોદી સરકાર લાવી શુભ સમાચાર, 2 લાખ બેઠક વધારીને આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીને અનામત આપશે

મોદી સરકાર લાવી શુભ સમાચાર, 2 લાખ બેઠક વધારીને આર્થિક રીતે નબળાં વિદ્યાર્થીને અનામત આપશે

ews reservation

આર્થિક રીતે નબળાં વર્ગના વિદ્યાર્થીઓ (EWS) માટે અત્યંત સારા સમાચાર છે. આર્થિક રીતે નબળાં વર્ગના વિદ્યાર્થીઓ માટે 10 ટકા અનામતનો અમલ કરવા માટે દેશભરના 158 કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓ (CEI)માં 2 લાખ વધારાની બેઠકો ઉમેરવાના પ્રસ્તાવ ઉપર કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે.

UPSC exams

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળએ કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળાં વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે અનામતની જોગવાઇને મંજૂરી આપી દીધી છે. સુત્રોના મતે કેબિનેટમાં આ પ્રસ્તાવ આગળ વધતા પહેલા માનવ સંશાધન વિકાસ મંત્રાલયે ચૂંટણીપંચની મંજૂરી માંગી હતી કારણ કે, લોકસભાની ચૂંટણી પહેલાં આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે.

સુત્રોએ કહ્યું કે, મંત્રિમંડળની મંજૂરીથી કુલ 2,14,766 વધારાની બેઠકો વિવિધ યુનિવર્સિટીઓમાં ઉમેરવામાં આવશે. વર્ષ 2019-20ના શૈક્ષણિક સત્ર દરમિયાન 1,19,983 વધારાની નવી બેઠકનો ઉમેરાશે, જ્યારે 95,783 બેઠકો વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્રમાં વધારવામાં આવશે. રાજ્યસભાએ 9મી જાન્યુઆરીના રોજ સંવિધાનમાં સુધારા સાથે નોકરી અને શિક્ષણમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળાં લોકોને 10 ટકા અનામત આપવાને મંજૂરી આપી હતી.

આ અનામત અનુસુચિત જાતિ (SC), અનુસુચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC)ના પ્રવર્તમાન 50 ટકા અનામતથી અલગ હશે. આર્થિક રીતે નબળાં વર્ગના વિદ્યાર્થીઓ માટે 159 કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ કરવા માટે 4315.15 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપી દીધી છે. વર્ષ 2019-20ના વચગાળાના બજેટમાં પણ આ કેન્દ્રિય શૈક્ષણિક સંસ્થાઓમાં 25 ટકા બેઠકો વધારવા માટે બજેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

READ ALSO

Related posts

26 એપ્રિલે વારાણસી જશે પીએમ મોદી, રોડ-શો બાદ ઉમેદવારી પત્ર ભરશે

Nilesh Jethva

ગાડી સાથે દુર્ઘટના થવાથી વીમા કંપની નહી રોકી શકે તમારો ક્લેમ! જાણી લ્યો આ 5 વાતો

Path Shah

ચોથા તબક્કામાં 23 ટકા ઉમેદવારો સામે ગંભીર ગુનાની ફરિયાદો, પાર્ટીઓને શું નથી મળતા ઉમેદવારો?

Path Shah