GSTV
Home » News » FDI પૉલિસીની ડેડલાઈન બે મહિના આગળ વધારી શકે છે સરકાર

FDI પૉલિસીની ડેડલાઈન બે મહિના આગળ વધારી શકે છે સરકાર

ઈ-કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં એફડીઆઈની નીતિમાં ફેરફારથી ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓએ ભારે નુકસાન ભોગવવુ પડી રહ્યું છે. સરકારની નવી નીતિઓથી ઈ-કોમર્સ કંપનીઓને પોતાનુ ભવિષ્ય ભારે સંકટમાં ફસાતુ દેખાઈ રહ્યું છે. એવામાં કંપનીઓએ સરકાર પાસે ગુહાર લગાવી છે કે નવા નિયમની સમય મર્યાદાને 31 જાન્યુઆરીથી આગળ વધારી દેવામાં આવે.

Flipkart અને Amazon કરી રહ્યાં છે આ માંગ

સરકારની નવી નીતિઓને કારણે ઈ-કોમર્સ કંપનીઓમાં ડર છે કે તેમના વ્યાપારનુ શું થશે. વાલમાર્ટ અને એમેઝોનની આગેવાનીમાં ઈ-કોમર્સ કંપનીઓએ સમયસીમાને 6 મહિના માટે વધારવાની માંગ કરી છે, કારણકે કંપનીઓ આટલી જલ્દી મોટા વ્યાપારમાં ફેરફાર કરી શકતી નથી. એવામાં ઈ-કોમર્સ કંપનીઓની પરેશાનીઓને જોઈને સરકાર આ ડેડલાઇનને આગળ વધારવા પર વિચાર કરી રહી છે. પરંતુ મીડિયા રીપોર્ટ મુજબ સરકારે અત્યાર સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે સરકાર ડેડલાઈનને ઓછામાં ઓછા બે મહિના વધારવા અંગે વિચારી રહી છે.

સરકાર સમક્ષ લગાવી આ ગુહાર

મીડિયા રીપોર્ટ મુજબ હાલમાં એમેઝોન અને ફ્લિપકાર્ટના અધિકારી સરકારી અધિકારીઓને મળ્યા હતાં. અધિકારીઓએ નવા નિયમોની બે શરતોને ટાળવાની અપીલ કરી હતી. આ અધિકારીઓની પ્રથમ શરત હતી કે માર્કેટપ્લેસ અને તેની ગ્રુપ કંપનીઓના કોઈ પણ વેન્ડરમાં હિસ્સેદારી રાખવાની મનાઈ છે. તો બીજી શરત છે કે માર્કેટપ્લસ અને ગ્રુપ કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર વેચાતી ઈન્વેન્ટરી પર કંટ્રોલ રાખી શકતા નથી.

26 ડિસેમ્બરે બદલ્યાં હતાં નિયમ

એમેઝોને જ્યાં સરકારને સરકારની ડેડલાઈનને ચાર મહિના આગળ વધારવા માટે કહ્યું છે. તો ફ્લિપકાર્ટ તેને 6 મહિના સુધી આગળ વધારવા ઈચ્છે છે. બંને કંપનીઓ આ નિયમોને લઇને ખૂબ ગંભીર છે. એવામાં બંનેએ આ ઘટનાક્રમમાં ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ડસ્ટ્રીયલ પૉલિસી એન્ડ પ્રમોશન (ડીઆઈપીપી)ને પત્ર પણ લખ્યો છે. એમેઝોને ચિઠ્ઠીમાં લખ્યું છે કે તેઓ દેશના બધા કાયદા, નિયમ અને દિશાનિર્દેશોનુ પાલન કરશે. પરંતુ તેઓ ઈ-કોમર્સ એફડીઆઈ પૉલિસીમાં થયેલા ફેરફાર પર સરકારના સ્પષ્ટીકરણની રાહ જોઈ રહ્યાં છે. તો ફ્લિપકાર્ટે આ અંગે કઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ 26 ડિસેમ્બરથી આ નિયમ બદલ્યા હતાં.

READ ALSO

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!