GSTV
Gujarat Government Advertisement

Whatsapp પર ગમે તેમ મેસેજ ફોર્વર્ડ ન કરતા, ખાવી પડશે જેલની હવા

Last Updated on November 2, 2018 by Bansari

ભારતમાં વૉટ્સએપ યુઝર્સની ઓળખને લઇનેસરકારે એકવાર ફરીથી સખત વલણ અપનાવ્યું છે. સરકારે ફરીથી વૉટ્સએપ પર ગમે તેમ મેસેજ ફોરવર્ડકરનારાઓની ઓળખ જણાવવા કહ્યું છે. સરકારે વૉટ્સએપને કહ્યું છે કે તે મેસેજ વિશેજાણકારી ન આપે પરંતુ મેસેજ મોકલનારનું લોકેશન અને તેની ઓળખ જરૂરથી જણાવે. સરકારેકહ્યું કે આ પગલું ખોટી ખબરો ફેલાતી રોકવામાં કારગર નિવડશે.

આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે જણાવ્યું કે, અમે ખોટા અને અફવા ફેલાવતા મેસેજ મોકલનારની વિગતો માગીએ છીએ. અમે નથી ઇચ્છતાં કે વૉટ્સએપ મેસેજને ડિક્રિપ્ટ કરવામાં આવે પરંતુ અમે આવા ફેક મેસેજને ફોરવર્ડ કરતાં અને ફેલાવતા લોકોનું લોકેશન અને ઓળખ મેળવવા માગીએ છીએ, જેથી ફેક મેસેજના કારણે થતાં હુલ્લડ અને અપરાધો પર લગામ લાગે.

રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે વૉટ્સએપની ટીમે આ મુદ્દે તેમને આશ્વાસન આપ્યું છે કે તે આ મામલે વિચાર કરશે. જણાવી દઇએ કે ફેસબુકની કંપની વૉટ્સએપ પર ગત ઘણાં મહિનાઓથી ફેક ન્યૂઝને રોકવા માટે ભારત સરકાર દબાણ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે રવિશંકર પ્રસાદ અને વૉટ્સએપના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિસ ડેનિયલની ઓગસ્ટમાં પણ આ મુદ્દે મુલાકાત થઇ હતી. આ મુલાકાતમાં ક્રિસ ડેનિયલે ભારત સરકારની તે વિનંતીને ઠુકરાવી દીધી જેમાં વૉટ્સએપ મેસેજ મોકલનારની ઓળખ જણાવવાની વાત કરવામાં આવી હતી.


આઇટી મંત્રાલયે જણાવ્યા અનુસાર ડેનિયલ અને તેની ટીમે ગત બેઠકના મુદ્દાઓ પર પ્રગતિને લઇને ચર્ચા કરી હતી. ગત બેઠકમાં ભારતમાં વૉટ્સએપના સ્થાનિક એકમ બનાવાનો મુદ્દો પણ હતો.  જે બાદ વૉટ્સએપે જણાવ્યું કે તેણે ભારતમાં એક કંપની સામેલ કરી છે અને ટૂંક સમયમાં તેને શરૂ કરવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta

કોઇએ પણ મને ગુંડાનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી : અમે પ્રમાણિત ગુંડા છીએ, હુમલો થયાં તો ચૂપ નહીં રહીએ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!