GSTV
Home » News » આલોક વર્માને સરકારે કહ્યું કે એક દિવસ તો તમારે ઓફિસ આવવું જ પડશે, કારણ કે….

આલોક વર્માને સરકારે કહ્યું કે એક દિવસ તો તમારે ઓફિસ આવવું જ પડશે, કારણ કે….

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ દ્વારા સીબીઆઇના ડિરેક્ટરના પદ પરથી કાઢી મૂક્યા પછી આલોક વર્માએ એક પત્ર લખીને ગૃહ મંત્રાલયને અપીલ કરી હતી કે તેમને તે જ દિવસથી પદ પરથી કાઢી નાખવામાં આવે. કારણ કે તેનું જે પદ પર ટ્રાંન્સફર કરવામાં આવ્યું છે ત્યાં સેવા આપવાની ઉંમર તે પહેલેથી જ વટાવી ચૂક્યાં છે. ગૃહ મંત્રાલયે તેમના લેટરનો જવાબ બે અઠવાડિયા પછી આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વર્માને ગુરુવારે ફરજિયાત ઓફિસ આવવું પડશે.

ગૃહ મંત્રાલય દ્વારા વર્માને બુધવારે આપેલા લેટરમાં કહેવાયું છે કે તમને સિવીલ ડિફેન્સ એન્ડ હોમ ગૉર્ડ, ફાયર સર્વિસીઝના જનરલ ડિરેક્ટરના પદ પર જોડાવા માટે ભરતી કરવામાં આવ્યાં છે. આનો અર્થ એ થયો કે વર્માને એક દિવસ માટે ઓફિસ જોઈન કરવું પડશે. કારણ કે આ જ દિવસ તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ છે.

જ્યારે તેને હટાવવામાં આવ્યા હતા તે સમયની વાત જોઈએ તો..

આલોક વર્માને સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર પદે ચાલુ રાખવા આદેશ કરતાં તેમણે ફરીથી ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો અને તાબડતોબ નવા નિર્ણયો કર્યા હતા. જોકે ફરીથી પદભાર સંભાળ્યાના 48 કલાકમાં જ સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવીને અન્યત્ર ટ્રાન્સફર કરી દીધી. સુપ્રીમ કોર્ટના આદેશ પર સીબીઆઈ ડિરેક્ટર પદે બહાલીના 48 કલાકમાં જ સિલેક્શન કમિટીએ આલોક વર્માને પદ પરથી હટાવી દીધા.

પીએમ મોદીના નેતૃત્વવાળી અને કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના જજ જસ્સ્ટીસ એ.કે.સીકરીના સદસ્યતાવાળી હાઈ પાવર્ડ કમિટીએ સીવીસી તપાસ રિપોર્ટને આધારે વર્માની સીબીઆઈ ડિરેક્ટર પદથી કાયમી છુટ્ટી કરી દીધી. એવા કયા પાંચ આરોપો છે જેને કાણે પીએમ મોદીના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીએ વર્માને હટાવ્યા. તેની પર નજર કરીએ તો સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ આરોપ લગાવ્યો હતો કે વર્માને મીટ કારોબારી મોઈન કુરૈશી સાથે જોડાયેલા મામલાની તપાસને પ્રભાવિત કરવા માટે સતીશ બાબુ સના પાસેથી રૂ.2 કરોડની લાંચ લીધી હતી.

રેલવેની બે હોટલોનો ઢેકો આપવા સાથે જોડાયેલા લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ તપાસ મામલામાં પણ વર્મા પર ગંભીર આરોપ લાગ્યા હતા. આરોપો મુજબ વર્માએ આ મામલામાં પુરતા પુરાવા હોવા છતાં એક વરિષ્ઠ અધિકારને બચાવીને તપાસમાં તેમનું નામ હટાવી દીધુ હતું. સિલેક્શન કમિટીએ હરિયાણાના એક જમીન ગોટાળા મામલામાં પણ વર્મા પર લાગેલા આરોપોને ઘણા ગંભીર ગણાવ્યા.

આ મામલામાં શરૂઆતની તપાસને બંધ કરવાને સુનિશ્ચિત કરવા માટે કથિત રીતે 36 કરોડ રૂપિયાં સોદો થયો હતો. વર્મા પર આરોપ છે કે હરિયાણાના તત્કાલીન ટાઉન એન્ડ કંટ્રી પ્લાનિંગના ડિરેક્ટર અને એક રિયલ એસ્ટેટ કંપનીના સપર્કમાં હતા.આલોક વર્મા 2016માં દિલ્હીના પોલીસ કમિશનર હતા તે સમયે તેમણે કસ્ટમ વિભાગ દ્વારા પકડાયેલા એક સોનાના દાણચોરને બચાવ્યો હતો.

વર્માએ કથિત રીતે સોનાના દાણચોરને પોલીસ સુરક્ષામાંથી બહાર કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. વર્મા પર એ પણ આરોપ છે કે તેમણે દાગી ઓફિસરોને સીબીઆઈમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વર્માએ કથિત રીતે બે દાગી અધિકારીઓને સીબીઆઈમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો મુક્યા પછી સરકારે બંને અધિકારીને તેમના હોદ્દા પરથી દૂર કર્યાં હતા. અને રજા પર ઉતારી દીધા હતા.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં ખૈબરમાં ખોદકામ દરમ્યાન મળ્યા હજારો વર્ષો જુના હિન્દુ સંસ્કૃતિના અવશેષો, જાણો

pratik shah

પહેલી ડે નાઈટ ટેસ્ટને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ, બરોડામાં કરાયું અનોખું આયોજન

Nilesh Jethva

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપ બનાવી રહી છે વેબસાઈટ, એક ક્લિકે મળશે દરેક કાર્યકર્તાની માહિતી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!