GSTV
Business

TAX દ્વારા માલામાલ થઈ રહી છે સરકાર, જાણો એક લીટર પેટ્રોલ કે ડીઝલ પર તમારા ખિસ્સામાંથી કેટલા ગયા?

TAX

પાછલા 15 દિવસમાં દેશમાં પેટ્રોલની કિંમતમાં લગભગ દરરોજ વધારો જ થઈ રહ્યો છે. જે 1.65 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ત્યાં જ ડીઝલની કિંમત સ્થિર રહી. આઈઓસીએલ દ્વારા મળતી માહિતી અનુસાર, આજે દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 82.08 રૂપિયા છે. ત્યાં જ ડિઝલ 73.56 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. ગ્રાહકો માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે એક લીટર તેલમાંથી સરકારને ટેક્સ (TAX)ના રૂપમાં કેટલા પૈસા મળે છે અને ડીઝલમાં કેટલી કમાણી થાય છે.

ઉદાહરણ દ્વારા સમજો

પેટ્રોલની કિંમતમાંથી અડધાથી વધારે પૈસા કંપનીઓની પાસે નહીં પરંતુ ટેક્સનાં રૂપમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની પાસે જાય છે. આઈઓસીએલની વેબસાઈટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીમાં એક લીટર પેટ્રોલની બેઝ પ્રાઈઝ એટલે કે એક્સ ફેક્ટ્રી કિંમત 26.10 રૂપિયા છે, જેમાં જો ફ્રેટ જેવા ખર્ચા જોડી દેવામાં આવે તો આ 26.46 રૂપિયા થઈ જાય છે. એટલે કે ટેક્સને વગર ડીલર્સે પેટ્રોલ 26.46 રૂપિયાનું પડી રહ્યું છે. હવે વાત કરીએ ટેક્સની. તેમાં એક્સાઈઝ ડ્યુટીના રૂપમાં 32.98 રૂપિયા, ડીઝલ કમીશન 3.70 રૂપિયા અને રાજ્ય સરકારનો વેટ 18.94 રૂપિયા જોડવામાં આવે છે. આ વસ્તુઓ બાદ કુલ મળીને પેટ્રોલની કિંમત 82.08 રૂપિયા હતી.  

TAX

 દિલ્હીમાં પેટ્રોલની કિંમત

બેઝ પ્રાઈઝ/ એક્સ ફેક્ટ્રી કિંમત 26.10 રૂપિયા
ફ્રેડ0.36 રૂપિયા
એક્સાઈઝ ડ્યુટી32.98 રૂપિયા
ડીલરનું કમીશન 3.70 રૂપિયા 
VAT (ડિલરના કમીશનની સાથે)18.94 રૂપિયા 
તમારા માટે ભાવ82.08 રૂપિયા 
TAX

અહીં જુઓ ડીઝલ માટે તમે કેટલો ટેક્સ ચુકવો છો?

દિલ્હીમાં ડિઝલની કિંમત

બેઝ પ્રાઈઝ/ એક્સ ફેક્ટ્રી કિંમત 28 રૂપિયા
ફ્રેડ0.35 રૂપિયા
એક્સાઈઝ ડ્યુટી31.83 રૂપિયા
ડીલરનું કમીશન 2.58 રૂપિયા 
VAT (ડિલરના કમીશનની સાથે)10.80 રૂપિયા 
તમારા માટે ભાવ73.56 રૂપિયા 

ડીલર પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તે પોતાને છુટક ભાવ પર ગ્રાહકોને અંકમાં ટેક્સ અને પોતાના સ્વયંના માર્જીન બાદ પેટ્રોલ વેચે છે. 

TAX

કાચા તેલથી કેટલી પ્રભાવિત થાય છે કિંમત?

કાચા તેલની કિંમતમાં એક ડોલરના ઘટાડાનો સીધો મતલબ છે કે પેટ્રોલ જેવા પ્રોડક્ટ્સના ભાવમાં 50 પૈસાની કમી. ત્યાં જ જો ક્રૂડના ભાવ એક ડોલર વધે છે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં 50 પૈસાની તેજી આવવી નક્કી છે.

Read Also

Related posts

આદિત્ય બિરલા ગ્રુપ તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સને ટક્કર આપવા નોવેલ જ્વેલ્સમાં ₹5,000 કરોડનું રોકાણ કરશે

Vushank Shukla

શેર માર્કેટ : અદાણી ગ્રુપની આ પાંચ કંપનીઓના શેરોમાં શાનદાર તેજી

Hardik Hingu

સેન્સેક્સ, નિફ્ટી નજીવા ઉછાળા સાથે બંધ, સુઝલોન એનર્જીનો શેર 8%ના ઉછાળા સાથે બંધ

Vushank Shukla
GSTV