GSTV
Ahmedabad ગુજરાત

૩જી જાન્યુઆરીથી શરૃ થનાર ૧૫થી૧૮ વર્ષના બાળકોનું રસીકરણ ૮મી સુધીમાં પૂર્ણ કરવા સરકારનો ટાર્ગેટ

૩જી જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૃ થનાર છે ત્યારે ગુજરાત સરકારે સ્કૂલોમાં ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું  રસીકરણ ૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે.સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ ૨૦૦૭ કે તે પહેલા જ ન્મેલા બાળકો રસી લેવાને પાત્ર ગણાશે.

૧૫થી૧૮ વર્ષના બાળકોને સ્કૂલોમાં જ રસી આપવામા આવનાર છે અને જે માટે આરોગ્ય વિભાગે તમામ જિલ્લામાંથી ડીઈઓ પાસેથી કઈ કઈ સ્કૂલમાં કયા ધોરણના કેટલા કેટલા વિદ્યાર્થીઓ છે તેનો ડેટા પણ મંગાવી લીધો છે.જે મુજબ સમગ્ર રાજ્યમાં ૨૬ લાખ જેટલા ધો.૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામા આવનાર છે.અમદાવાદ જિલ્લામાં ૨.૨૨ લાખ વિદ્યાર્થીઓને રસી અપાશે.જેમાં અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.૯થી૧૨માં ભણતા અને ૧૫થી૧૮ વર્ષ સુધીના ૧.૨૨ લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે અમદાવાદ ગ્રામ્યની સ્કૂલોના ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓ છે.

વિદ્યાર્થીઓને માત્ર કોવેક્સિન જ રસી આપવામા આવનાર છે અને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને રસી આપવા માટે જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ ૨૦૦૭ કે તે પહેલા જન્મેલા બાળકો રસી લેવાને પાત્ર ગણાશે. ૩જી જાન્યુઆરીથી રાજ્યભરની સ્કૂલોમાં ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ શરૃ થઈ જનાર છે ત્યારે સરકારે સ્કૂલોના બાળકોને પ્રથમ ડોઝનું રસીકરણ ૮મી જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આમ સરકાર વાઈબ્રન્ટ સમીટ પહેલા જ સ્કૂલોના ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓનુ પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ થઈ જાય તેવુ ઈચ્છી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari

અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ

Zainul Ansari

નકલી પોલીસથી બચવા નદીમાં કૂદ્યો પણ રામ રમી ગયા, પાણીમાંથી મળી લાશ

Zainul Ansari
GSTV