GSTV

ખુશખબર/ ખાદ્ય તેલના ભાવ થશે હજુ સસ્તા, સરકારે લીધો મોટો નિર્ણય

તેલ

Last Updated on June 18, 2021 by Damini Patel

સરકારે પામ ઓઇલ સહીત વવિધ ખાદ્ય તેલોના આયાત મૂલ્યમાં 112 ડોલર પ્રતિ ટનનો ઘટાડો કર્યો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે એનાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ ટેક્સ તેમજ સીમા શુલ્ક બોર્ડ (CIBC)ના એક અધિસૂચના જારી કરી કાચા પામ તેલના શુલ્ક મૂલ્યમાં 86 ડોલર પ્રતિ ટન અને આરબીડી(રીફાઇન્ડ, બ્લિચડ એન્ડ ડિયોડરાઈઝડ) કાચા પામોલીનના આયાત શુલ્કમાં 112 ડોલર પ્રતિ ટન નો ઘટાડો કર્યો છે.

બોર્ડના કાચા સોયાબીન તેલના આધારે આયાત મૂલ્ય પણ 37 ડોલર પ્રતિ ટન ઘટાડો કર્યો છે. ખાધા તેલના આયાત શુલ્ક મૂલ્યમાં આ ઘટાડો 17 જૂનથી પ્રભાવિત થયા છે. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે શુલ્ક મૂલ્યમાં ઘટાડાથી ઘરેલુ બજારમાં ખાદ્ય તેલની કિંમત ઓછી થઇ શકે છે કારણ કે મૂળ આયાત મૂલ્ય પર સીમા મૂલ્યમાં ઘટાડાથી એમાં ઘટાડો થઇ શકે છે.

રિટેલ ભાવ પર અસર પડી શકે છે

એએમઆરજી અને એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહેને જણાવ્યું હતું કે દેશમાં ઘરેલુ વપરાશ અને ખાદ્ય તેલીબિયાંની માંગ વચ્ચે મોટો તફાવત છે જેના કારણે મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેમની છૂટક કિંમતોમાં વધારો થયો છે.

તેમણે કહ્યું હતું કે મૂળભૂત આયાત ભાવમાં આ ફેરફારની અસર છૂટક ભાવ પર પડી શકે છે જો કે આ ઘટાડાનો લાભ ઉત્પાદકો, વિતરકો અને રિટેલરો સહિત સમગ્ર સપ્લાય ચેઇન દ્વારા ગ્રાહકને પહોંચાડવામાં આવે છે. દેશમાં ખાદ્યતેલોની માંગના બે તૃતીયાંશ આયાત દ્વારા પૂરી થાય છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલોના ભાવમાં તીવ્ર વધારો થયો છે.

7 મહિનામાં 9% જેટલી આયાત

સોલ્વન્ટ એક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નવેમ્બર 2020 થી મે 2021 દરમિયાન વનસ્પતિ તેલની (આખા ખાદ્ય અને અખાદ્ય તેલ સહિત) આયાત 9 ટકા વધીને 76,77,998 ટન થઈ છે. જે ગયા વર્ષે સમાન ગાળામાં 70,61,749 ટન હતું. ખાદ્યતેલોના મામલામાં વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર હોય છે.

કિંમતોમાં 20 ટકાનો ઘટાડો થયો

છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો થયો છે. છેલ્લા એક મહિનાથી ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેટલાક તેલના ભાવમાં 20 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયના ડેટા અનુસાર 16 મેના રોજ સરસવના તેલની કિંમત 175 રૂપિયા હતી. હવે તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આજે તે 157 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. આ સિવાય મગફળીના તેલના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો છે. હવે તે 190 ની જગ્યાએ કિલો દીઠ 174 રૂપિયા મળી રહ્યો છે.

મંત્રાલયના ડેટા અનુસાર 07 મે 2021 ના ​​રોજ પામતેલની કિંમત પ્રતિ કિલો રૂ. 142 હતી. હાલમાં તે રૂ. 115 કિલો મળી રહ્યા છે. તેના ભાવમાં 19 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ, જો આપણે સૂર્યમુખી તેલની વાત કરીએ તો તેમાં 16 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગયા મહિનાની 5 મી તારીખે એક કિલો સૂર્યમુખી તેલ 188 રૂપિયા પ્રતિ કિલો મળતું હતું, જે હાલમાં 157 રૂપિયામાં મળી રહ્યું છે.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Damini Patel

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: લાખો યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Pravin Makwana

મેટ્રોમાં સફર કરવા વાળા માટે મોટી રાહત! હવે 100% ક્ષમતા સાથે ચાલશે, પેરંતુ આ લોકો પર પ્રતિબંધ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!