GSTV

હવે ખાવાનું બનાવવુ અને ગાડીને ચલાવવું થઈ શકે છે સસ્તુ, મોદી સરકાર લઈ રહી છે આ મોટો નિર્ણય

સરકારે એક ઓક્ટોબરથી શરૂ થનારા આગામી છ માસિક માટે પ્રાકૃતિક ગેસનો ભાવ 25 ટકા ઘટાડીને 1.79 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટીશ થર્મલ યુનિટ નક્કી કર્યાં છે. સાર્વજનિક ક્ષેત્રની તેલ અને ગેસ ઉત્પાદન કરતી કંપની ONGC અને ઓઈલ ઈન્ડિયાના નામાંકન આધાર ઉપર તેણે દેવામાં આવેલા ક્ષેત્રોમાંથી નીકળનારી પ્રાકૃતિક ગેસનો ભાવ એક ઓક્ટોબરથી આવનારા છ માસ માટે હવે 1.79 ડોલર પ્રતિ એમબીટીયુ થશે. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેની સાથે જ સમૂદ્રમાથી નીકળનારા ગેસનો ભાવ પણ 5.61 ડોલરથી ઘટાડીને 4.06 ડોલર પ્રતિ એમએમબીટીયુ કરી દીધો છે.

દર 6 મહિને નક્કી થાય છે કિંમતો

પ્રાકૃતિક ગેસોની કિંમતો દર 6 મહિને નક્કી કરવામાં આવે છે. દર વર્ષે 1 એપ્રીલ અને 1 ઓક્ટોબરથી પ્રાકૃતિક ગેસની નવી કિંમતો લાગુ થઈ જાય છે. આ ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા સરપ્લસ દેશોના આધાર ઉપર નક્કી કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી લાગુ થનારા દર ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં મે 2020ના પહેલા પેમેન્ટ જેટલું હશે. મે 2020 પહેલા આ ફોર્મ્યુલા આધારિત પ્રાઈસિંગ સિસ્ટમ લાવવામાં આવી હતી.

ક્યાં થશે કિંમતોમાં ઘટાડાની અસર

પ્રાકૃતિક ગેસોની કિંમતોમાં ઘટાડાનો અર્થ છે કે દેશની સૌથી મોટી ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદક કંપની ONGCની ખોટ વધશે. જો કે, તેનો એક લાભ જરૂરથી થઈ શકશે કે, ઈલેક્ટ્રિસિટી ઉત્પાદનનો ખર્ચ ઓછો થઈ જશે. CNG અને PNGના ભાવોમાં પણ ઘટાડો થઈ શકે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં વધી શકે છે. ONGCની સેગ્મેન્ટની ખોટ

ONGCના સુત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18માં કંપનીને ગેસ બિઝનેસમાં 4272 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જ્યારે સંભવ છે કે, ચાલુ નામાકીય વર્ષ (એપ્રીલ 2020થી માર્ચ 2021)માં તે વધીને 6000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકારે નવેમ્બર 2014માં નવા ગેસ પ્રાઈસિંગ ફોર્મુલાને લાગુ કર્યો હતો. જે ગેસ સરપ્લસ દેશ જેવા કે અમેરિકા, કેનેડા અને રશિયાની પ્રાઈસિંગ ઉપર આધારિત છે. તેના કેટલાક સમય બાદ જ ઓએનજીસીને ડોમેસ્ટિક ફિલ્ડ્સ દરરોજ 65 મિલિયન સ્ટેંડર્ડ ક્યુબિક મીટર્સ ગેસનું નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે.

આ વર્ષે ઓઈલ બિઝનેશ નહીં થઈ શકે ભરપાઈ

પાછલા વર્ષની વાત કરીએ તો ગેસ સેગ્મેન્ટમાં થનારા નુકશાનીની ભરપાઈ ઓઈલ બિઝનેસથી પૂરી થઈ ગઈ હતી. પરંતુ આ વર્ષે બેંચમાર્ક કિંમતોમાં મોટા ઘટાડાના કારણે ઓઈલ બિઝનેશ ઉપર પહેલાથી દબાણ બનેલું છે. તેવામાં કંપની માટે મુશ્કેલ છે તે પરિચાલન ખર્ચને જ પુરો કરે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!