GSTV

મોટી રાહત: ખાદ્યતેલના ભાવમાં થઈ જશે મોટો ઘટાડો, સરકારે આજથી લાગૂ કરી દીધા છે આ નિયમો

Edible oil

Last Updated on June 30, 2021 by Pravin Makwana

રસોઈ બનાવવા માટે ગૃહિણીઓએ હવે પરેશાન થવાની જરૂર નથી, સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે વિદેશથી આવતા પામતેલ પર લાગતા આયાત દર ઘટાડવાની જાહેરાત કરી છે. આયાત દરનો ઘટાડો આજથી લાગૂ થસે અને તે 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે. આશા રાખવામાં આવે છે કે, સરકારના આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમતોમાં ઘટાડો થશે અને હાલ પુરતી રાહત મળી શકે છે.

નાણાં મંત્રાલય હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ક્રૂડ પામ ઓઇલ પર 10 ટકા આયાત ડ્યૂટી લાગશે. તે હાલમાં 15 ટકા આયાત ડ્યુટી હતી, જેમાં 5 ટકાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે અન્ય પામતેલો પરની આયાત ડ્યૂટી હાલમાં 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે. આનો અર્થ એ કે અન્ય પામ તેલની આયાત ડ્યુટીમાં 7.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

તેલ

અપેક્ષા રાખવામાં આવે છે કે ઓક્ટોબરથી બજારમાં તેલીબિયાના પાકનો નવો માલ આવવા સાથે ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો થશે. નિષ્ણાંતોના મતે, ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને પામતેલ પરનો ઘટાડેલો દર 30 સપ્ટેમ્બર સુધી જ લાગુ રહેશે. જેથી ઘરેલુ તેલીબિયાળના પાકના ભાવને અસર ન થાય અને ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય ભાવ મળી શકે. અપેક્ષા છે કે 30 સપ્ટેમ્બર પછી ઘરેલુ પાક માટે સારા ભાવ જાળવવા પામતેલ પર આયાત ડ્યૂટી ફરી એકવાર વધારવામાં આવશે.

READ ALSO

Related posts

PM મોદીનો આજનો કાર્યક્રમ/ આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ, CM સાવંત પણ રહેશે હાજર

Pravin Makwana

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!