કેન્દ્ર સરકાર જલ્દીથી પવનહંસ સહિત 33 બિમાર કંપનીઓ ઉપર હંમેશા માટે તાળા લગાવવા જઈ રહી છે. આ કંપનીઓને વેચવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ સરકારને તેના માટે હજી સુધી કોઈ ખરીદદાર મળ્યા નથી. આ કંપનીઓની ખોટ પણ સતત વધી રહી છે જેને કારણે સરકાર પર વધારાનો ભાર પડી રહ્યો છે.

વિનિવેશ માટે 1.05 લાખ કરોડનો ટાર્ગેટ
સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં વિનિવેશ દ્વારા 1.05 લાખ કરોડ રૂપિયા કમાવવાનું લક્ષ્ય રાખ્યુ હતુ. આ વિનિવેશમાં લાભમાં ચાલી રહેલી કંપનીઓ સિવાય સરકાર ખોટમાં ચાલી રહેલી કંપનીઓને પણ વેચવા માંગે છે. જ્યાં એક બાજુ એર ઈન્ડિયા ખોટમાં ચાલી રહી છે, તો ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) ઘણો લાભ કરી રહી છે. તેમાંથી ઘણી કંપનીઓમાં સરકાર પોતાની હિસ્સેદારી પુરેપુરી ખત્મ કરવા માંગે છે.

આ કંપનીઓમાં લાગશે તાળા
રિપોર્ટ મુજબ, એક અધિકારીએ જણાવ્યુ હતુકે, જે કંપનીઓને સરકાર પુરી રીતે બંધ કરવા માંગે છે તેમાં પવનહંસ લિમિટેડ, ભારત પંપ એન્ડ કંપ્રેસર, હિન્દુસ્તાન એન્ટીબાયોટિક્સ, હિંદુસ્તાન ફ્લૂરોકાર્બન, હિંદુસ્તાન ન્યૂઝપ્રિંટ, હોટલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને સ્કૂટર્સ ઈન્ડિયા સામેલ છે. આ કંપનીઓને વેચવા માટે સરકાર પાછલાં ઘણા વર્ષોથી કવાયત કરી રહી છે, પરંતુ કોઈ ખરીદદાર મળ્યા નથી. આ કંપનીઓને વેચવા માટે ઘણીવાર તારીખો પણ આગળ વધારવામાં આવી હતી. પરંતુ હવે સરકાર તેને વધારે આગળ વધારી શકે તેમ નથી. સરકારી વિમાન કંપની પવનહંસમાં પણ સેલેરી સંકટ છે. કંપનીને પાછલા નાણાકીય વર્ષમાં 89 કરોજ રૂપિયાની ખોટ થઈ હતી. પવનહંસ હેલિકોપ્ટર ચલાવે છે. કંપનીની ઉપર હાલમાં કરોડો રૂપિયાનું દેવું છે.

230 કરોડનું દેવું
કંપની પર 230 કરોડ રૂપિયા સિવાય બીજું પણ દેવું છે. તેનાંથી આગામી સમયમાં કંપનીની હાલત વધારે ખરાબ થવાનો ભય છે. પ્રયાસો કરવામાં આવી રહ્યા છેકે, કોઈ પણ પ્રકારે ફંડ એક્ત્ર કરવામાં આવે અને કર્મચારીઓની સેલેરી આપવાની સાથે બીજા કામ પણ કરવામાં આવે.
READ ALSO
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી
- જર્મનીની જીત / હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવીને જર્મનીએ ખિતાબ જીત્યો