GSTV

એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય ઈ-કોમર્સ કંપનીઓએ કર્યું કાયદાનું ઉલ્લંઘન, સરકારે પાઠવી નોટીસ

સરકારે ફ્લિપકાર્ટ, એમેઝોન તથા અન્ય ઈ કોર્મસ કંપનીઓને નોટીસ પાઠવી છે. આ નોટીસ તે ઈ-કોમર્સ કંપનીઓ ઉપર વહેચાતા પ્રોડક્ટ ઉપર દેશની જાણકારી તથા અન્ય જરૂરી સુચનાઓ ન હતી. તેમજ તે અંગેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી ન હતી. આ નોટિસ ઉપભોક્તા મામલાના ખાદ્ય એવં જન વિતરણ મંત્રાલય તરફથી આવનારા ઉપભોક્તા મામલાના વિભાગ દ્વારા આપવામાં આવી છે. સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ સિવાય નોટિસ અન્ય ઈ-કોમર્સ કંપનીઓને જાહેર કરવામાં આવી છે.

15 દિવસની અંદર આપવો પડશે જવાબ

કંપનીઓએ 15 દિવસની અંદર નોટિસનો જવાબ દેવા માટે કહેવામાં આવ્યું છે. તમામ કંપનીઓને સમાન નોટિસ મોકલવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક ઈ-કોમર્સ કંપનીઓ પોતાના ડીજીટલ મંચ ઉપરથી વેચાતો સામાનની જરૂરી જાણકારી નથી આપી રહી. જ્યારે આ લીગલ મેટ્રોલોજી રૂલ્સ 2011 હેઠળ જરૂરી છે.

કંપનીઓએ આ કાયદાનું કર્યું ઉલ્લંઘન

ફ્લિપકાર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને એમેઝોન ડેવલપમેન્ટ સેંટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ અનુસાર ઈ-કોમર્સ કંપનીઓએ તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે, ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા કરવામાં આવતા સોદામાં ઉપયોગમાં લેનારા ડીજીટલ અને ઈલેકટ્રોનીક નેટવર્ક ઉપર તમામ જરૂરી જાણકારી આપવામાં આવે. નોટિસમાં જણાવ્યા પ્રમાણે બંને કંપનીઓને જરૂરી સુચના આપવામાં આવી છે. અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!