GSTV
Business Trending

ફ્રિઝ, AC-TV સહિત 54 વસ્તુઓ સસ્તામાં વેચી રહી છે સરકાર, જલ્દી કરો! ઓગસ્ટની આ તારીખ સુધી જ મળશે તક

સરકાર

જો તમે સસ્તામાં ઘરનો સામાન ખરીદવાની ચાહત રાખો છો તો તમારા માટે એક ખાસ મોકો છે. આ મોકો સરકારની તરફથી આપવામાં આવી રહ્યો છે. આવો તેના વિશે વિસ્તારમાં જાણીએ. હકીકતે નાણામંત્રાલયના હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ પોતાના અમુક જુના સામાનને વેચી રહ્યા છે. તેમાં ફર્નીચર, એર કંડીશ્નર, ટીવી, કી-બોર્ડ, પાવર પ્લગ અને ફ્રિઝ એમ કુલ 54 આઈટમ્સનો સમાવેશ થાય છે.

ટેન્ડર 14 ઓગસ્ટે ખુલશે

આ એ વસ્તુઓ છે જે મોટાભાગે ઘરોમાં જરૂરી છે. તેના માટે દિપમની તરફથી ટેન્ડર કાઢવામાં આવી રહ્યું છે. આ ટેન્ડર 14 ઓગસ્ટે ખુલશે. ત્યાં જ તેની છેલ્લી તિથિ 31 ઓગસ્ટ છે. મતલબ એ છે કે જો તમે આ સામાન ખરીદવા માંગો છો તો તેના માટે તમારે ટેન્ડર અપ્લાય કરવાનું રહેશે.

ક્યાંથી ડાઉનલોડ કરવું ટેન્ડર?

દીપમની તપફથી જાહેર નોટિફિકેશન અનુસાર ટેન્ડર ડોક્યુમેન્ટ્સ http://eprocure.gov.in/eprocure/app અને ડિપાર્ટમેન્ટ વેબસાઈટ dipam.gov.in થી ડાઉનલોડ કરવામાં આવી શકે છે. આ ટેન્ડરને 31 ઓગસ્ટ જ ખોલવામાં આવશે.

સરકાર

સૌથી વધુ બોલી લગાવનારને મળશે ટેન્ડર

ટેન્ડરમાં આ સામાન તેને જ મળશે જેણે સૌથી વધુ બોલી લગાવી હશે. બોલી લગાવનાર બિડર ખરીદ પહેલા સામાનની તપાસ કરી શકે છે. તેમાં સામાન પરત કરવા જેવી છુટ નથી. સફળ બોલિ લગાવનાર વચ્ચે બચેલી રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ/ પે ઓર્ડર અથવા બેકર્સ ચેક દ્વારા જમા કરાવી શકાય છે. તેની સાથે જ જે શખ્શને આ સામાન ફાળવવામાં આવશે તેની ચુકવણી માટે 5 દિવસની અંદર દરેક આઈટમ્સને હટાવવું અનિવાર્ય હશે.

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV