GSTV

આ 6 સરકારી બેન્કનો મોટો ભાગ વહેંચવાની તૈયારીમાં મોદી સરકાર, RBI એ આપી છે આ સલાહ

સરકાર

કેન્દ્રની મોદી સરકાર આગામી એક વર્ષમાં દેશની 6 મોટી બેન્કમાં પોતાની ભાગીદારીને 51 ટકા સુધી લાવવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને આગામી 12 થી 18 મહિનામાં આ બેન્કોની ભાગીદારી વેચવાની સલાહ આપી છે. લેણ-દેણની પ્રક્રિયાને તેજીથી અંજામ આપવામાં જુટેલી મોદી સરકારનું આ મુખ્ય પગલુ હોઈ શકે છે. બિઝનેસ સ્ટાન્ડર્ડની રીપોર્ટ પ્રમાણે ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યૂનિયન બેન્ક ઓફ ઈંડિયા અને બેન્ક ઓફ ઈંડિયાને તેના માટે પસંદ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે RBIની સલાહને કેન્દ્ર સરકારે સકારાત્મકતાની સાથે લીધુ છે અને જલ્દી જ તેની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. 6 બેન્કોમાં પોતાની ભાગીદારી ઓછી કરવાથી કેન્દ્ર સરકારને 43 હજાર કરોડ રૂપિયાની રકમ મળી શકે છે.

સરકાર 6 બેન્કોની ખાનગીકરણની તૈયારીમાં

બેન્કના લેણ-દેણનો આ નિર્ણય દેશના 6 મુખ્ય સરકારી બેન્કોના ખાનગીકરણથી અલગ છે. આ પહેલા જુલાઈમાં એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર 6 બેન્કોની ખાનગીકરણની તૈયારીમાં છે. જેમાં બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા, ઈન્ડિયાન ઓવરસીઝ બેન્ક, યૂકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સામેલ છે.

સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી

પ્રસ્તાવ પ્રમાણે આ બેન્કોની મોટી ભાગીદારી સરકાર વેચવાની તૈયારીમાં છે. આવુ કરવાથી આ બેન્ક ખાનગી હાથમાં જતા રહેશે. રિપોર્ટ પ્રમાણે મોદી સરકાર દેશમાં માત્ર 4 અથવા 5 સરકારી બેન્ક જ બનાવી રાખવાના મૂડમાં છે. જોકે, આ રીપોર્ટને લઈને કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

ભાગીદારી વેચવાનો જ વિકલ્પ બચ્યો

ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્ક અને ઘણી સરકારી સમિતિઓ દેશમાં માત્ર 5 સરકારી બેન્કોને જ બનાવી રાખવાની સલાહ આપી ચૂકી છે. એક સરકારી બેન્કે સીનિયર ઓફિસરને પણ સરકારના આ પ્લાનને લઈને કહ્યુ કે, સરકાર પહેલાતી જ કહી ચૂકી છે કે, હવે બેન્કો મર્જ થશે નહી. એવામાં હવે ભાગીદારી વેચવાનો જ વિકલ્પ બચે છે. આ પહેલા 1 એપ્રિલથી જ સરકાર 10 બેન્કોને મર્જ કરતા તેમને 4 બેન્કમાં તબ્દીલ કરી દેવામા આવી છે. હાલમાં દેશમાં કુલ 12 સરકારી બેન્ક હાજર છે. જેની 3 વર્ષ પહેલા 2017માં 27 સંખ્યા હતી.

READ ALSO

Related posts

હજીરા/ જિલ્લા કલેક્ટરનું આવ્યું નિવેદન, વિસ્ફોટને લીધે દુર સુધી થયું કંપન

pratik shah

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari

વરસાદ/ દક્ષિણ ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે મેઘરાજાની નૉનસ્ટોપ બેટિંગ, ખેડૂતો ચિંતિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!