GSTV
Home » News » અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

સરકારે અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા માટે લીધેલા શરૂઆતી પગલા કોઈ ખાસ વેગ મળ્યો નથી. યુનિયન નાણામંત્રી નિર્મલા સિતારમને જણાવ્યુ કે, 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા નવા ટેક્સ રિફંડ પ્રોગ્રામનો ખર્ચ રૂ.50,000 કરોડ થાય છે. જો કે, બજેટના આંકડાનો સર્વે જોઈએ તો નિકાસકારોને લાભ આપવામાં વર્ષે રૂ.90 અબજની જરૂર પડે છે. નવી યોજના અત્યારની નિકાસના પ્રોત્સાહનને સમાપ્ત કરશે. સરકારે જુલાઈમાં પહેલાથી રૂ.41,000 કરોડની આવકને અસર કરે છે.

નવી યોજનાનો એકંદરે કદ હાલના પ્રોત્સાહનોની જેમ વધુ કે ઓછો સમાન રહેશે જે અત્યારે આશરે રૂ.40,000થી 45000 કરોડ દેખાઈ રહ્યો છે એવું વિદેશ વેપારના મહાનિદેશક આલોક ચતુર્વેદીએ જણાવ્યુ હતું. અર્ફોડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં સરકાર અલગથી રૂ.10,000 કરોડનો ભંડોળ એક્ત્ર કરશે. નિકાસકારોને કરવેરામાં રાહત, રિફંડ અને ક્રેડિટમાં સુધારો અને ઈન્સ્યોરન્સ કવરનો લાભ મળશે. રિયલ એસ્ટેટ સેક્ટરને અંતિમ માઈલ ફન્ડિંગ આપવામાં આવશે જે નોન-પર્ફોમિંગ એસેટ્સને પ્રોત્સાહન આપશે નહિં.

ગત મહિને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મળેલા 24 અબજ ડોલરના ભંડોળનો ઉપયોગ નાણાકીય ક્ષેત્રે કરવા ઔદ્યોગિક જૂથ અને રાજકિય વિરોધીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ કરી રહ્યા છે. તદઉપરાંત મર્ચન્ડાઈઝ એક્સપોર્ટસ સ્કિમને બંધ કરવી પડશે કારણે તે વૈશ્વિક વ્યાપાર સંગઠનના નિયમોનું પાલન કરતી નથી.

READ ALSO

Related posts

ભારત પર આતંકવાદીઓ પરમાણુ હથિયારોથી કરી શકે છે હુમલા, તુર્કી કરશે મોટી મદદ

Mansi Patel

કરતારપુર કોરિડોર પર 23મીએ કરાર કરશે ભારત, પાકિસ્તાન ફી વસૂલવાની જીદ પર અડ્યું

Mansi Patel

5 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રમાં 45 અને હરિયાણામાં 55 ટકા થયું મતદાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!