Last Updated on February 11, 2021 by Ankita Trada
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દેશના ગ્રામીણ યુવાઓને નોકરી અપાવવા માટે ખાસ સ્કીમ ચલાવે છે. તેનું નામ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY) છે. ભારત સરકાર ગ્રામીણ આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી પહેલમાંથી એક છે. ડીડીયૂ-જીકેવાઈને 25 સપ્ટેમ્બર 2014માં શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રની આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ ગ્રામીણ ઉપલબ્ધ કરાવવાનો છે. સરકારનું લક્ષ્ય ડીડીયૂ-જીકેવાઈથી 5.5 કરોડથી વધારે ગ્રામણી યુવાઓને કુશળ અને ત્યારબાદ રોજગાર ઉપલબ્ધ કરાવવાનો છે.
કોણ DDUGKY યોજના સાથે જોડાઈ શકે છે
- ગ્રામીણ વિસ્તારમાં 15-35 વર્ષના યુવાનોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. કુશળતા વિકસિત થવા અને ત્યારબાદ રોજગારની તક મળવાથી અંતમાં યુવાઓની આર્થિક સ્થિતિ શ્રેષ્ઠ બનશે. DDU-GKY થકી સરકાર આ યુવાનોમાં કુશળતા વિકસિત કરી રોજગાર અથવા પોતના બિઝનેસના સ્થાયી વિકલ્પ ઉપલબ્ધ કરાવવા માગે છે.
- વધુ જાણકારી માટે ડીડીયૂ-જીકેવાઈ યોજના વિશે અધિક જાણકારી માટે તમે આ વેબસાઈટ પર જઈ શકો છો. https://www.india.gov.in/hi/spotlight/ દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના તમને DDU-GKY વિશે અહીંયાથી પણ જાણકારી મળી શકે છે. http://ddugky.gov.in/

શું છે DDUGKY યોજનાનો ઉદ્દેશ્ય
- ગામના રહેવાસી યુવાઓને જાગૃત કરવામાં આવે છે. ગરીબ યુવાઓ અને તેમના માતા-પિતાની કાઉંસિલિંગ હોય છે.
- યોગ્યતાના આધાર પર કુશળતા વિકસિત કરવા માટે યુવાનોની પસંદગી થાય છે. સારી નોકરી માટે શ્રેષ્ઠ ટ્રેનિંગ આપવામાં આવે છે.
- રોજગારના તકના હિસાબથી નોલેજ, પોતાનો બિઝનેસ શરુ કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. નોકરી સાથે જોડાયેલી દરેક જાણકારી આપવામાં આવે છે.
- જરૂરી પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવવાથી યુવાઓ માટે કરિયરમાં પ્રગતિ વિકાસની મદદથી ગરીબ અને હાંસિયા પર ઉભેલા લોકોને સક્ષમ બનાવવા ગ્રામીણ વિસ્તારથી પલાયન ઓછુ કરવું વધારેમાં વધારે લોકોની પહોંચ રોજગાર સુધી સુનિશ્વિક કરવી
- ડીડીયૂ-જીકેવાઈ હેઠળ ખુદરા કારોબાર, હોસ્પિટેલિટી, સ્વાસ્થ્ય, નિર્માણ, ઓટો, ચામડું, વિજળી, પાઈપલાઈન, રત્ન અને આભૂષણ વગેરે ક્ષેત્રમાં યુવાનોને કુશળતાની ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમાં એકમાત્ર શરત એ છે કે, કુશળતા માગ આધારિય હોવી જોઈએ. સાથે જ ટ્રેનિંગ માટે શરત એ પણ છે કે, ઓછામાં ઓછા 75 ટકા યુવાનોને રોજગાર મળવો જોઈએ.
શું તેમાં મહિલાઓ સામેલ થઈ શકે છે
DDU-GKY માં સામાજિક રૂપથી વંચિત સમૂહને કવર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ યોજના માટે ફાળવવામાં આવેલ પૈસા 50 ટકા અનુસૂચિત જાતિ-જનજાતિ, 15 ટકા અલ્પસંખ્યતો માટે અને 3 ટકા વિકલાંગ વ્યક્તિઓ માટે નિર્ધારિક કરવામાં

DDUGKY યોજના સાથે કેવી રીતે જોડાઈ શકાય છે
- તે માટે સૌ પ્રથમ પોતાની ગ્રામ પંચાયત અને ગ્રામ રોજગાર સેવક પાસેથી તેની જાણકારી લઈ શકાય છે. અરજદારોની પાસે ટ્રેનિંગ સેન્ટરને શોધવા અને સંપર્ક કરવાની જરૂરિયાત છે.
- અરજદારોને એક બિઝનેસ શોધવાની જરૂરિયાત હોય છે. જેથી તે શીખવા માગે છે અને તે બિઝનેસને શીખવા માટે ટ્રેનિંગ સેન્ટરથી સંપર્ક કરવાની જરૂરિયાત છે.
- અરજદાર કૌશલ નોંધણીની સત્તાવાર વેબસાઈટ પર જઈ અથવા અહીંયા ક્લિક કરી તે “candidate registration” પર ક્લિક કરી રજિસ્ટ્રેશન કરી શકે છે.
- આ સેક્શન હેઠળ ત્રણ કેટેગરી છે. જેમને અરજદારો દ્વારા વિવિધ ઉદ્દેશ્યો માટે એક્સેસ કરવામાં આવી શકે છે. જેમ કે, ફ્રેશ/ ન્યૂ રજિસ્ટ્રેશન, ઈંકપ્લિટ રજિસ્ટ્રેશન ફોર્મ અને રજિસ્ટર્ડ કેન્ડિડેટ
- નવા રજિસ્ટ્રેશનની પસંદગી કરી અને નીચે આપવામાં આવેલ ટેબ ‘Next’ પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે. જેમાં બધી જાણકારીની જરૂરિયાત હશે.
- અરજદારોને તે બધી જાણકારીઓને ભરવાની હોય છે જે તેમના જ્ઞાન પ્રમાણે સાચી હોવી જોઈએ અને ‘Save and Proceed’ પર ક્લિક કરો. આ પ્રકારે અરજદાર DDU-GKY ની હેઠળ રજિસ્ટ્રેશન કરી શકે છે.
- કૈપ્ટિવ રોજગારઃ તે સંગઠનોને જે પોતાની નિયુક્તિને ભરવા માટે કૌશલ પ્રશિક્ષણ કરી રહ્યા છે.
ઉદ્યોગ ઈન્ટર્નશિપ ઉદ્યોગની સાથે ઈન્ટર્નશિપ માટે સમર્થન અને નાણાકિય સહાયતા - ચેમ્પિયન એમ્પ્લોયરઃ આવી એજન્સી જે 2 વર્ષમાં ડીડીયૂ-જીકેવાયના 10 હજાર યુવાનોને કુશળતાનું પ્રશિક્ષણ અને પ્લેસમેન્ટ આપી શકે છે.
- પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાન: નેકની ઓછામાં ઓછી 3.5 ગ્રેડિંગવાળી સંસ્થા, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (UGC)અથવા અખિલ ભારતીય ટેકનીક શિક્ષા પરિષદ અને નાણાકિય પોષિત સામુદાયિક કોલેજને પણ યોજના હેઠળ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની મંજૂરી મળી શકે છે.
DDU-GKYમાં કેટલી મદદ મળે છે
DDU-GKYની હેઠળ કુશળતા વિકસિત કરવાના કાર્યક્રમમાં 25,696 થી લઈને 1 લાખ રૂપિયા પ્રતિ વ્યક્તિ સુધીની નાણાકિય સહાયતા મળી શકે છે. આ વાસ્તવમાં પરિયોજનાના સમયગાળા અને ટ્રેનિંગ યોજનાના પ્રકાર (આવાસીય અથવા ગૈર આવાસીય) પર નિર્ભર કરે છે. DDU-GKY 576 કલાક (3 મહીના)થી લઈને 2,304 કલાક (12 મહીના) સુધીના પ્રશિક્ષણ માટે નાણાકિય સહાયતા આપે છે.

READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
