GSTV

બીપીએલ કાર્ડધારકો માટે મહત્વના સમાચાર/ દુકાનદાર સાથે તકરાર કરવી નહીં, સરકારે આ નિયમ ફેરવી નાખ્યો છે !

સરકાર દ્વારા બીપીએલ અંત્યોદય એનએફએસના કાર્ડધારકોને ઘઉં-ચોખા ઉપરાંત એક કીલો ચણા કે ચણાની દાળ આપવાની જાહેરાત કરવામા આવી હતી. કાર્ડધારકોને જુલાઇથી આ લાભ આપવાનો હતો, જે મોડે મોડે 21 સપ્ટેમબરથી શરુ કરવામા આવ્યો છે. સરકારે એવી જાહેરાત કરી હતી કે જુલાઇ-ઓગષ્ટના ચણા કે-ચણાદાળ ભેગા એટલેકે 2 કીલો આપવામા આવશે. જોકે બાદમા રાજ્ય સરકારે દુકાનદારોને સુચના આપી કે કાર્ડધારકોને એક સામટા બે કીલોને બદલે એક કીલો ચણા કે ચણા દાળ આપવી.

આ બાબતની જાણ કેટલાક ગ્રાહકોને ન હોવાથી દુકાનદારોને ગ્રાહકો સાથે તકરાર થાય છે. દુકાનદારોને 2 કીલો લેખે માલ આપવામા આવ્યો છે પણ વિતરણ એક કીલોનું કરવાનુ હોવાથી ગ્રાહકોને એક કીલો ચણા-ચણાની દાળ આપવામા આવી રહી છે.આથી ગરીબ અને નિરક્ષર ગ્રાહકોને આ બાબાત ખ્યાલ નહીં હોવાથી કેટલીક રાશનની દુકાનમા ગ્રાહકો-દુકાનદાર સાથે રકઝક થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ,સરકાર દ્વારા પાંચ મહીના એટલે કે દીવાળી સુધી આ લાભ આપવાની જાહેરાત કરવામા આવી છે.

READ ALSO

Related posts

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

માત્ર છોકરાઓ નહી છોકરીઓ પણ કરે છે ફ્લર્ટ, આ સંકેતથી તમને મળશે જવાબ!

Ankita Trada

અરવલ્લી : પેટ્રોલ પંપના સંચાલક પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!