GSTV
Home » News » લોકેશન ટ્રેક થાય એમ રોજગારીની તકોને ટ્રેક કરી શકાય એવી સિસ્ટમ વિકસાવશે મોદી સરકાર

લોકેશન ટ્રેક થાય એમ રોજગારીની તકોને ટ્રેક કરી શકાય એવી સિસ્ટમ વિકસાવશે મોદી સરકાર

સરકાર નોકરી બદલનારા લોકો માટે એક ટ્રેક સિસ્ટમ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી દેશમાં ઔપચારિક રોજગારનું સંપૂર્ણ ચિત્ર મળશે અને એ ખ્યાલ આવશે કે જોબ માટેના કેટલા નવા અવસર છે. આ જોબના અવસર અંગે અત્યાર સુધીમાં નજર રાખવામાં આવતી હતી છતાં કોઈ યોગ્ય સિસ્ટમ નહોતી. હવે આ દિશામાં યોગ્ય પગલા લેવામાં આવશે.

PM Modi

એમ્પ્લોય્ઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) તરફથી બહાર પાડેલ માસિક ડેટામાં જોબના નવા અવસર સાથે એ લોકોની પણ ગણતરી કરવામાં આવશે જેઓએ એક જોબ છોડીને બીજી જોબ સ્વીકાર કરી હોય અથવા તો કેટલાક સમય બાદ ફરીથી નોકરી શરૂ કરી હોય. જો કે જોબ છોડનારા અને ફરીથી જોબ શરૂ કરનારા લોકો અંગે મોડેથી માહિતી મળે છે તેથી તેને વિશ્વસનીય માનવામાં આવતી નથી. માસિક પેરોલ ડેટા એપ્રિલ 2018થી બહાર પાડવામાં આવે છે.

જેમાં સપ્ટેમ્બર 2017થી પ્રાપ્ત થયેલ માહિતી આપવામાં આવી રહી છે. માં કેટલીક ઉણપ હોવાના કારણે ઇકોનોમીમાં બનનાર જોબ અંગેના નવા અવસર અંગે સચોટ જાણકારી મળતી નથી. જેનું કારણ એ છે કે 20 અથવા તો તેનાથી વધુ કર્મચારીવાળા સંગઠન જ પ્રોવિડેંટ ફંડના વિસ્તારમાં આવે છે. આ રીતે અનેક માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈજ તેમાંથી બહાર થઈ જાય છે. સબ્સક્રાઈબર્સની સંખ્યામાં વધારો દર્શાવવાનું કારણ એ પણ હોઈ શકે કે નોટબંધી અને જીએસટી લાગુ કર્યા બાદ ઇકોનોમીમાં સંગઠિત ક્ષેત્રનો આકાર વધી રહ્યો છે અને સબ્સક્રાઈબર્સની સંખ્યા બની શકે કે નવા રોજગારના કારણે ના વધી રહી હોય પરંતુ અસંગઠિત ક્ષેત્રથી ફોર્મલ એપ્લોયમેંટના રૂપે રીક્લાસિફિકેશનના કારણે આમ બન્યું હોય.

તાજા આંકડા મુજબ ઇપીએફઓ સબ્સક્રાઈબર્સની સંખ્યા જાન્યુઆરીમાં 8,96,000 થી વધુ થઈ છે જે તેના 17 મહિનાના ઉચ્ચ સ્તરે છે. લીક થયેલ ડ્રાફ્ટ મુજબ 2017-18માં દેશમાં બેરોજગારી 45 વર્ષોના ઉચ્ચતમ સ્તર પર હતી. દેશમાં રોજગારના આંકડાઓ સાથે વિવાદિત રિપોર્ટના આધારે સરકારની આલોચના કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

આ 10 કારણોના કારણે કોંગ્રેસનો થયો પરાજય, આ કારણે સતત હારી રહ્યા છે રાહુલ ગાંધી

NIsha Patel

પીએમ મોદીને આ 5 કારણોને લીધે મળી શાનદાર જીત, વિપક્ષ પાસે નથી કોઈ વિકલ્પ

Nilesh Jethva

વડાપ્રધાન સાંજે ૬ વાગ્યે દેશને સંબોધશે, ર૬મેએ કરાશે સરકાર રચવાનો દાવો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!