GSTV
Gujarat Government Advertisement

Big News: ચારધામ યાત્રા માટે સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ફક્ત આ લોકોને જ મળશે એન્ટ્રી

Last Updated on May 4, 2021 by Bansari

ઉત્તરાખંડમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે આગામી 14 મેથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે રાજ્ય સરકારે એસઓજી જાહેર કરી દીધી છે. સરકારના દિશા-નિર્દેશ મુજબ મહામારીને અટકાવવા માટે આ વખતે ચાર ધામમાં સામાન્ય લોકોને આવવા પર પ્રતિબંધ રહેશે. મંદિર પરિસરમાં પ્રસાદ વહેંચણીની પણ મંજૂરી નહીં હોય અને ટીકા પણ લગાવવામાં નહીં આવે. ગર્ભગૃહ સુધી માત્ર મંદિર મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને જ જવાની મંજૂરી હશે. તેમાં પણ મૂર્તિઓ, ઘંટી અથવા ધાર્મિક ગ્રન્થોને સ્પર્શન કરવાની મંજૂરી નથી.

સરકારે જણાવ્યું કે સામાન્ય પ્રવાસીઓને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. જોકે હાલ કોઇને પણ મંજૂરી નથી.

એસઓપી મુજબ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં માત્ર રાવલ, પુજારીગણ અને મંદિરો સાથે જોડાયેલા સ્થાનિક વર્ચસ્વવાળા, પંડા પુરોહિત, કર્ચમારી અને અધિકારી જ જશે. આટલું જ નહીં, તમામને કોરોના રિપોર્ટ લાવવો ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામોમાંથી યમુનોત્રીના કપાટ 14મેના રોજ ખુલી રહ્યા છે. આ ઉપરાંત 15 મેના રોજ ગંગોત્રી, 17મેના રોજ કેદારનાથ અને 18મેના રોજ બદ્રીનાથ ધામના કપાટ ખુલશે.

ચાર ધામ યાત્રાનો ટૂંકો ઇતિહાસ

2013માં કેદારનાથ હોનારત પછી ચાર ધામ યાત્રાને સૌથી વધુ અસર થઈ હતી. ગત વર્ષે કોવિડના કારણે યાત્રા પર અસર પડી અને આ વર્ષે ફરી એકવાર યાત્રા કોરોનાના કારણે પ્રભાવિત થઈ રહી છે. અગાઉ 2019માં અંદાજે 32 લાખ યાત્રિઓએ ચાર ધામની યાત્રા કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!