GSTV

કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોને મળશે રાહત, સરકારે ખાદ્યતેલ પરના ટેક્સને લઇને લીધો મહત્વપૂર્ણ નિર્ણય

Last Updated on October 14, 2021 by Zainul Ansari

તહેવારોની સિઝનમાં કમરતોડ મોંઘવારીના કારણે બેવડ વળી ગયેલા સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ખાવાના પામ ઓઈલ અને સન ફ્લાવર ઓઈલ પરનો એગ્રિકલ્ચર સેસ અને કસ્ટમ ડ્યુટીને ઘટાડી દીધી છે. આ પહેલા કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ પણ તેલ અને તલ પર સ્ટોક લિમિટ લાગુ કરી હતી. આ લિમિટ માર્ચ 2022 સુધી રહેશે. રાજ્યોને આ આદેશનુ સખ્તાઈપૂર્વક પાલન કરવા માટે કહેવાયુ છે.

Edible oil

જોકે સરકારનુ કહેવુ છે કે, સરસવના તેલને છોડીને બીજા ખાધ તેલોની કિંમતોમાં 3.26 ટકાકાથી માંડીને 8.58 ટકા સુધીનો ઘટાડો થયો છે.

બીજી તરફ અખિલ ભારતીય ખાધ તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરના મતે સરકારનુ પગલુ બહુ મોડુ છે. આ કાર્યવાહી પહેલા કરવાની જરૂર હતી. કારણકે તહેવાર એકદમ નજીક આવી ગયા હોવાથી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાનો લાભ તહેવાર ટાણે લોકોને મળશે નહીં. સરકારે સૌથી પહેલા તલ અને તલના તેલ પર જે પાંચ ટકા સ્ટેટ જીએસટી છે તે ઘટાડવાની જરૂર હતી.

સરકારના નવા નિર્ણય પ્રમાણે પામ તેલ પરની ડ્યુટી 24.75 ટકાથી ઘટાડીને 8.25 ટકા, આરબીડી પામોલિન પરની ડ્યુટી 35.75 ટકાથી ઘટાડીને 19.25 ટકા કરાઈ છે.

આ જ રીતે ક્રુડ સોયા તેલ પર 24.75 ટકાથી ઘટાડીને 5.5 ટકા, રિફાઈન્ડ સોયા તેલ પરની ડ્યુટી 35.75થી ઘટાડીને 19.5 ટકા, ક્રુડ સુરજમુખી તેલ પરની ડ્યુટી 24.75 ટકાથી ઘટાડીને 5.5 ટકા અને રિફાઈન્ડ સૂરજમુખ તેલ પરની ડ્યુટી 35.75 થી ઘટાડીને 19.25 ટકા કરાઈ છે.

તેના કારણે ખાધ તેલ માર્કેટમાં મંદી આવવાની પણ શક્યતા છે. કારણકે એક તો સ્ટોક પર સરકારે લિમિટ મુકી છે અને બીજી તરફ મોટા પાયે સપ્ટેમ્બરમાં તેલ આયાત કરવામાં આવ્યુ છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!