GSTV

જાણવા જેવુ / સરકારે તૈયાર કર્યો New Wage Code, આવનાર વર્ષમા પીએફથી માંડીને ગ્રેચ્યુઇટીમાં આવશે આ ફેરફાર

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

કોરોના રોગચાળાની બીજી લહેર પછી ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે પરંતુ, આવનાર સમયમા તમારી આ ખુશી પર ગ્રહણ લાગી શકે છે. પગાર વધ્યા બાદ જો તમારી ટેક હોમ સેલેરીમાં વધારો થયો છે તો તે તમારા માટે એક ખુબ જ સારા સમાચાર છે. New Wage Code લાગુ થવાથી તમારા ટેક હોમ પગારમાં ઘટાડો થઈ શકે છે અને તમારા પર ટેક્સનો બોજો વધી શકે છે.

ભથ્થામાં ઘટાડો કરવો પડશે :

કર્મચારીના કોસ્ટ-ટુ-કંપનીમાં ત્રણ થી ચાર બાબતોનો સમાવેશ થાય છે. બેઝિક સેલેરી, હાઉસ રેન્ટ એલાઉન્સ , નિવૃત્તિ લાભો જેમકે પીએફ, ગ્રેચ્યુઇટી અને પેન્શન અને એલટીએ અને મનોરંજન ભથ્થા જેવા કર બચત ભથ્થા. હવે New Wage Code એ નિર્ણય લીધો છે કે, કુલ પગારથી કોઈપણ ભોગે ભથ્થા ૫૦ ટકાથી વધુ ન હોય શકે. આવા કિસ્સામાં જો કર્મચારીનો પગાર દર મહિને 50 હજાર રૂપિયા હોય તો તેમનો બેઝિક સેલેરી 25,000 રૂપિયા હોવી જોઈએ અને તેના બાકીના ભથ્થા 25,000 રૂપિયામાં આવવા જોઈએ એટલે કે જે કંપનીઓએ અત્યાર સુધી બેઝિક સેલેરી 25-30 ટકા રાખી હતી અને બાકીનો ભાગ ભથ્થાઓ માટે રાખવામાં આવે છે. હવે નિયમ મુજબ બેઝિક સેલેરી 50 ટકાથી ઓછો રાખી શકાશે નહીં. New Wage Codeના નિયમોને લાગુ કરવા માટે કંપનીઓએ ઘણા ભથ્થામાં પણ કાપ મૂકવો પડશે.

સેલરી

નિવૃત્તિ માટે વધુ પડતા પૈસા એકત્રિત કરવામાં આવશે :

પ્રોવિડન્ટ ફંડ્સ અને ગ્રેચ્યુઇટી સીધા કર્મચારીના બેઝિક સેલેરી સાથે જોડાયેલા છે. બેઝિક સેલેરીમાં વધારો આ બંનેના યોગદાનમાં પણ વધારો કરશે એટલે કે કર્મચારીના રિટાયરમેન્ટ ફંડમાં પણ વધારો થશે પરંતુ, હાથમાં આવનાર પગારમાં ઘટાડો થશે કારણકે, હવે પગારનો મોટો ભાગ પીએફ અને ગ્રેચ્યુઇટીમાં જશે. આને એક ઉદાહરણ દ્વારા સમજો.

ધારો કે, કર્મચારીનો પગાર 1 લાખ રૂપિયા છે. તેનો બેઝિક પગાર 30,000 રૂપિયા છે. પીએફમાં કર્મચારીઓ અને કંપનીઓ બંનેનું યોગદાન 12-12 ટકા છે એટલે કે બંનેનું યોગદાન 3600 રૂપિયા છે તો કર્મચારીના હાથનો પગાર માસિક 92,800 રૂપિયા હતો પરંતુ, જ્યારે બેઝિક પગાર વધીને 50,000 રૂપિયા થશે ત્યારે આ હાથમાં આવતો પગાર ઘટીને 88,000 રૂપિયા એટલે કે દર મહિને તેની સેલેરીમાંથી 4800 રૂપિયા ઓછા થઇ જશે. એ જ રીતે ત્યારે ગ્રેચ્યુઇટીની રકમ પણ વધશે.

કર્મચારીઓ

ટેક્સ પર પણ થશે અસર :

નવા વેતન કોડલાગુ થયા બાદ કર્મચારીઓના પગારનું માળખું બદલાશે. આનાથી જે કર્મચારીઓનો પગાર વધારે છે તેમનો ટેક્સ પણ વધશે કારણકે, તેમના તમામ ભથ્થા સીટીસીના ૫૦ ટકાની અંદર લપેટવા પડશે. જ્યારે ઓછી આવક ધરાવતા લોકોને ટેક્સમાં ઓછો ફટકો પડશે. પીએફમાં તેમનું યોગદાન વધશે, તેમને કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીના યોગદાન પર કર કપાત મળશે, જેનાથી તેમના ટેક્સમાં ઘટાડો થશે.

Read Also

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!