GSTV

કોરોના/ ત્રીજી લહેરની શંકા વચ્ચે આવી બાળકોના રસીકરણને લઇ મોટી ખબર, જાણો પહેલા કોને અને કેવી રીતે લાગશે વેક્સિન ?

રસીકરણ

Last Updated on September 15, 2021 by Bansari

કોરોમાં વાયરસની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સરકાર જલ્દીથી જલ્દી બાળકોનું રસીકરણ કરવા ઈચ્છે છે. કેન્દ્ર સરકારની કોશિશ છે કે ઓક્ટોબર-નવેમબરથી 12-17 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું કામ શરુ થઇ જાય. માનવામાં આવી રહ્યું છે કે જાડાપણું, હ્ર્દય સહીતની અન્ય બીમારીથી પીડિત બાળકોને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવે. પહેલા રાઉન્ડમાં એવા લગભગ 20-30 લાખ બાળકોને કવર કરવાનો અંદાજ છે.

Zydus Cadilaને ધ્યાનમાં રાખી તૈયારી

એક અંગ્રેજી અખબારની રિપોર્ટમાં એક અધિકારીએ જણાવ્યું કે સરકારે ઝાયડસ કેડિલાની DNA વેક્સિન ZyCov-D (Zydus Cadila DNA Vaccine ZyCov-D)ને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર-નવેમ્બરથી 12-17 વર્ષના બાળકોને વેક્સિનેશન યોજના બનાવી છે. જણાવી દઈએ કે ZyCoV-Dની એકમાત્ર એવી વેક્સિન કે જેને દેશના બાળકો પર ઇમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી હતી.

Supply શરુ થવાની રાહ

વરિષ્ઠએ જણાવ્યું કે સરકાર ઝાયડસના સપ્લાય શરુ થવાની રાહ જોઈ રહી છે. સ્પલાય શરુ થતા જ બાળકોનું રસીકરણ શરુ કરી દેવામાં આવશે. સૌથી પહેલા એ બાળકોને રસી આપવામાં આવશે જેમને કોઈ બીમારી છે. અન્યને આવતા વર્ષે પહેલી ત્રિમાહીમાં વેક્સિન લાગવાની શરુ થઇ જશે.

આ રીતે આ;મળશે Vaccine

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પહેલી ખેપમાં ઝાયડસ લગભગ 40 લાખ ડોઝ સપ્લાય કરશે. ત્યાર પછી દર મહિને 1 કરોડ ડોઝ સપ્લાય થશે. સરકારને ઉમ્મીદ છે કે કંપની સપ્ટેમ્બર સુધી લગભગ 4-5 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવી દેશે. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ZyCoV-D ત્રણ ડોઝ વાળી વેક્સિન છે . સરકાર આવતા વર્ષે માર્ચ સુધી બીજા બાળકો સુધી વેક્સિનેશન કવરેજ વધારશે.

Covaxin ટ્રાયલ ચાલી રહી છે

તમને જણાવી દઈએ કે ભારત બાયોટેકનું કોવાક્સિન પણ બાળકો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેની ક્લિનિકલ ટ્રાયલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. જો કોવાક્સિન બાળકોમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવે છે, તો તે બે વર્ષથી વધુ ઉંમરના તમામ બાળકોને લાગુ કરી શકાય છે. બાયોલોજીકલ ઇ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની રસીઓ પણ તાજેતરમાં બાળકો પર અજમાયશ માટે મંજૂરી આપવામાં આવી છે.

પહેલા આ 12 કરોડનું રસીકરણ કરવામાં આવશે

રિપોર્ટ અનુસાર, દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 44 કરોડ બાળકો છે. તેમાંથી 12-17 વર્ષની ઉંમરના લગભગ 12 કરોડ લોકો છે, જેઓ પહેલા રસી લેશે. જો કે, મર્યાદિત પુરવઠાને ધ્યાનમાં રાખીને, સરકારે આ વય જૂથમાં પણ પ્રાધાન્યતા જૂથો બનાવવાનું નક્કી કર્યું છે. વડીલોના રસીકરણ અભિયાનમાં પણ આ જ વ્યૂહરચના અપનાવવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના મહામારીની ત્રીજી લહેર ટૂંક સમયમાં જ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકાર આ પહેલા પણ બાળકોનું રસીકરણ શરૂ કરવાની યોજના ધરાવે છે.

Read Also

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!