GSTV
Home » News » દિલ્હીમાં ગટરો સાફ કરવા રોબોટ લાવવાની સરકારની યોજના: કેરળના એન્જિનિયરોની મદદ લેવાશે

દિલ્હીમાં ગટરો સાફ કરવા રોબોટ લાવવાની સરકારની યોજના: કેરળના એન્જિનિયરોની મદદ લેવાશે

દિલ્હી શહેરની સાંકડી ગટરોને સાફ કરવા માટે રાજ્ય સરકાર રોબોટ લાવવા વિચારી રહી છે અને આ બાબતે દિલ્હીના સામાજીક ન્યાય મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ કેરળના એન્જીનીયરો સાથે ચર્ચા કરવા જુલાઇના અંતે કેરળ જશે.

 ફેબુ્રઆરીમાં ‘આપ’ સરકારે  ગટરો સાફ કરાવવા 200 મશીન ખરીદ્યા, પરંતુ મોટી સાઇઝના હોવાથી સાંકડી ગટરોમાં જઇ શકતા ન હતા. ‘અવ્યવસ્થીત રહેણાંક વિસ્તારોમાં લોકો હજુ પણ હાથથી ગટરો સાફ કરે છે અને મોટા ભાગે સુરક્ષાના સાધનો વગર કરે છે. અમારી સરકાર માથે મેલું ઉપાડવાની અને હાથથી ગટરો સાફ કરવાની પ્રથાને સંપૂર્ણપણે બંધ કરાવવા ઇચ્છે છે.

 હવે અમે કેરળસ્થિત કંપનીએ બનાવેલા  રોબોટ ખરીદવા વિચારીએ છીએ’એમ ગૌતમે કહ્યું હતું.મંત્રીએ કહ્યું હતું કે  તેઓ જુલાઇના અંતે  કેરળ જશે અને જેનરોબોટિક કંપનીની મુલાકાત લઇ રોબોટનું નિદર્શન જોશે.

સૌ પહેલા ફેબુ્રઆરીમાં  દિલ્હી જલ નિગમ અને આઇટીઆઇ દિલ્હીના નિષ્ણાતો સાથેની મુલાકાતમાં આ વિચાર આવ્યો હતો. પરંતુ એ વખતે વાત આગળ વધી શકી નહતી. ત્યાર પછીથી ગૌતમે  આ અંગે બે બેઠકો કરી હતી, પરંતુ આચાર સંહિતાના કારણે વાત બની નહતી. કંપની અનુસાર, બાંદીકૂટ નામના રોબોટ નાની ગટરોને પંદર અને મોટી ગટરને 45 મિનિટમાં સાફ કરી દે છે.

 આ રોબોટ 20 મીટરની ઉંડાઇ સુધી પણ જઇ શકે છે. કેરળ, તામીલનાડૂ અને આંઘ્ર પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે આવા રોબોટ છે. તેમણે કર્મચારીઓને સુરક્ષિત અંતરેથી રોબોટ કેવી રીતે ચલાવવા તેની તાલીમ પણ આપી છે.

READ ALSO

Related posts

આ વિડિયો જોઈને તમે પણ કહેશો કે ફ્લોરિડાનાં મગરમચ્છ કંઈપણ કરી શકે છે!

Path Shah

ઉત્તરકાશીમાં પુર પ્રભાવિત ક્ષેત્રમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું હેલીકોપ્ટર ક્રેશ, 2નાં મોત

Mansi Patel

માત્ર 43 બોલમાં ખડકી દીધાં 101 રન, ટી-20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો આ ખેલાડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!