GSTV

ટુરિસ્ટોને સોમનાથ, દ્વારકા અને પોરબંદર છોડી દેવા માટે સરકારનો આદેશ, સીએમે કરી બેઠક

વાયુ વાવાઝોડાને લઇને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી..આ બેઠકમાં સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પોરબંદર અને સાગરકાંઠાના પ્રવાસન ધામોમાં રહેલા ટુરિષ્ટોને આ વિસ્તારો છોડી અનુરોધ કરવામાં આવ્યો છે..અને સલામત સ્થળે ખસી જવા સૂચન કરાયુ છે. આવા પ્રવાસીઓને જરૂર જણાય તો ખાસ બસ માટે સંબંધિત જિલ્લાના એસટી ડેપો મેનેજરનો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટમાં “વાયુ” વાવાઝોડા પગલે તંત્ર સાબદુ બન્યુ છે. કલેકટર,એડીશનલ કલેકટર, ટી.ડી.ઓ, પ્રાંત અધિકારી અને મામલતદાર વચ્ચે બેઠક યોજાઈ હતી. અને તમામને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે. આજે 32 લોકોની NDRFની ટિમ રાજકોટ તૈનાત કરવામાં આવી છે. 30 જવાનો, એક ઇન્સપેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર સહિત 32 લોકોની NDRF ટીમ રાજકોટ પહોંચશે. રાજકોટમાં સંભવિત અસરકારક 4 તાલુકા છે. જેમાં ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે.

4 તાલુકાના 35 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 77 હજાર જેટલા લોકો પ્રભાવિત થશે. હાલમાં 17 બોટ રાજકોટ જિલ્લામાં છે. NDRF બે બોટ અને રેસ્ક્યુના સાધનો લઇને રાજકોટ પહોંચશે. બીજી તરફ વાયુ વાવાઝોડાની આગાહીના પગલે રાજકોટમાં 13મી તારીખે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કાશ્મીરમાં કોરોના વાયરસથી બીજું મોત, સરવાર દરમ્યાન શખ્સે તોડ્યો દમ

Karan

અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું થયું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક પાંચ થયો

Karan

કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર બની સતર્ક, પરપ્રાંતીય મંજૂરોને કર્યો આ આદેશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!