GSTV

925 બોન્ડેડ MBBS તબીબોને 2 દિવસમાં હાજર થવા સરકારનો આદેશ, નહીં તો થશે કાર્યવાહી

mbbs

ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા છે અને અનેક દિવસો બાદ 1400થી વધુ કેસ 24 કલાકમા નોંધાવા સાથે કોરોનાની સ્થિતિ સાથે અન્ય રોગોમા પણ દર્દીઓની સારવારને પહોંચી વળવા ડૉક્ટરોની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.જેને પગલે રાજ્ય સરકારે એમબીબીએસ(MBBS) બોન્ડેડ ડોક્ટરોને બે દિવસમાં હાજર થવા આદેશ કર્યો છે.

સરકારના પરિપત્ર મુજબ રાજ્યમાં સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ ડોક્ટરો કોવિડની પરિસ્થિતિમાં છેલ્લા 8 મહિનાથી સતત સેવાઓ આપી રહ્યા છે તેમજ સર્વેલન્સ અને સારવાર આપવા માટે કોવિડ તથા અન્ય બીમારીઓમાં મોટા પાયે સંક્રમણ હોઈ વધારે ડોક્ટરોની તાત્કાલીક જરૂરિયાત ઉભી થઈ છે.

આ કારણે MBBSબોન્ડેડ ડોક્ટરોને તાત્કાલીક ફરજ પર હાજર થવા આદેશ

ઉપરાંત હાલમાં સરકારી દવાખાનાઓમાં ઘણી જગ્યાઓ ખાલી પડી છે અને જેથી દર્દીઓને સારવારમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. બોન્ડેડ ડોક્ટર્સ કે તજજ્ઞાો હાજર થયેલ નથી અને તેઓની સેવાઓ એપેડિમિક એક્ટ હેઠળ લેવી જરૂરી છે. જેથી એમબીબીએસ (MBBS) બોન્ડેડ ડોક્ટરોને તાત્કાલીક ફરજ પર હાજર થવા આદેશ કરવામા આવે છે.

તમામ બોન્ડેડ ડોક્ટોર્સને ફરજ પર અમદાવાદ મ્યુ.કમિશનર સમક્ષ બે દિવસમા હાજર થવા આદેશ કરવામા આવ્યો છે.જો એમબીબીએસ (MBBS) ડોક્ટરો સરકારના આ આદેશનું પાલન નહી કરે તો ગુજરાત એપેડમિક એક્ટ હેઠળ સંબંધિત કલેકટરોએ આ અંગેની કાર્યવાહી કરી એમબીબીએસ (MBBS) બોન્ડેડ ડોક્ટરોને મ્યુ.કમિશનર હસ્તક હાજર કરવાના રહેશે.

અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં આવા 925 એમબીબીએસ બોન્ડેડ ડોક્ટરો

MBBS

રાજ્ય સરકાર દ્વારા સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પીજી બોન્ડેડ ડોક્ટર્સને એનએચએમ અંતર્ગત તજજ્ઞા તરીકે 11 માસના કરારીય ધોરણે નિમણૂંક આપવામા આવે છે. પરંતુ અમુક બોન્ડેડ ડોક્ટર્સ હજુ સુધી ફરજ પર હાજર ન થયા હોવાનું સરકારના આરોગ્ય વિભાગને ધ્યાને આવતા આરોગ્ય કમિશન દ્વારા કડક આદેશ કરવામા આવ્યો છે.

આ વર્ષે ગ્રેજ્યુએટની પરીક્ષામાં પાસ થનારા બોન્ડેડ ડોક્ટોરોને બોન્ડેડ સેવાનો લાભ આપી તેમનો હોસ્પિટલની સેવાઓમાં ઉપયોગ કરવામાં આવેલ છે ત્યારે રાજ્યમાં અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં આવા 925 એમબીબીએસ બોન્ડેડ ડોક્ટરો છે.

જેમાં અમદાવાદ જિલ્લામાં 5, રાજકોટમાં 10, વડોદરામાં 8, જામનગરમાં 12, સુરતમાં 19, ભાવનગર-પોરબંદર અને જુનાગઢમાં 3-3 ડોક્ટરોને નિમણૂંક અપાઈ છે. સૌથી વધુ દાહોદમાં 253 તથા છોટા ઉદેપુરમાં 168 તથા નર્મદામાં 101 અને બનાસકાંઠા તથા વલસાડમાં 33-33 તેમજ કચ્છમાં 49 ડોક્ટરોને સરકારી દવાખાનાઓમાં નિમણૂંક અપાઈ છે.

Read Also

Related posts

BIG NEWS : દીવ અને દમણ અને દાદરા નગર હવેલીમાં આ તારીખથી શાળા, કોલેજ અને કોચિંગ ક્લાસ શરૂ થશે

Nilesh Jethva

જ્હોન અબ્રાહમને મળ્યુ વધુ એક સન્માન, બન્યો પેટા ઇન્ડિયા પર્સન ઓફ ધ યર

Bansari

મારી લડાઈ ભવિષ્યમાં થના્રી ચૂંટણી પરથી લોકોનો ભરોસો ના ઉઠી જાય તે માટે છે, આગામી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં હું ઝુકાવીશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!