GSTV
Home » News » મધ્યપ્રદેશની સરકારે કર્યો નવો નિર્ણય, સરકારી જમીન હવે આ કાર્ય માટે આપવામાં આવશે

મધ્યપ્રદેશની સરકારે કર્યો નવો નિર્ણય, સરકારી જમીન હવે આ કાર્ય માટે આપવામાં આવશે

મધ્યપ્રદેશમાં ગોશાળા ખોલવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિ અથવા સંસ્થાઓને સરકારી જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર આપશે. એટલે આવી વ્યક્તિ અથવા સંસ્થા સરકારી જમીન ઉપર ગૌશાળા ખોલી શકશે. મુખ્યમંત્રી કમલનાથે ગુરુવારે પ્રોજક્ટ ગૌશાળાની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ આ પ્રોજેકટ હેઠળ ૯પપ ગૌશાળાઓનું કામ શરૂ થયું છે જ્યારે ૬૧૪ ગૌશાળાઓ  હાલમાં ચાલુ છે. આ બધા ખાનગી ક્ષેત્રની ગૌશાળા છે જે સરકાર પાસેથી ગ્રાન્ટ પ્રાપ્ત કરે છે. આપવામાં આવેલી માહિતી મુજબ રાજ્યમાં પાછલી ભાજપ સરકારના કાર્યકાલમાં એક પણ સરકારી ગૌશાળા ખૂલી નથી.

મુખ્યમંત્રી કમલનાથે રાજ્યમાં ગૌ સંરક્ષણ આંદોલન ઊભુ કરવાની જરૂરિયાત પર મુક્યો અને કહ્યું ખાનગી અને સરકારી ક્ષેત્રે વધુને વધુ ગૌશાળા  ખોલવાનું સરકારનું લક્ષ્ય છે. નોંધનીય છે કે ગયા વર્ષે થયેલા વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં રાજ્યની દરેક ગ્રામ પંચાયમાં એક ગૌશાળા ખોલવાની વાત કરી હતી. બેઠકમાં પશુપાલન મંત્રી લાખન સિંહ યાદવ અને અન્ય અધિકારીઓ હાજર હતા.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!