GSTV

નિત્યાનંદ સામે ભારતીય વિદેશ મંત્રાલયની મોટી કાર્યવાહી, પાસપોર્ટ કર્યો રદ્દ

Last Updated on December 6, 2019 by Mansi Patel

પોતાને ભગવાન ગણાવી રહેલા ઢોંગી નિત્યાનંદ સામે ભારતીય વિદેશ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. વિદેશ મંત્રાલયે વિદેશ નાસી ગયેલા નિત્યાનંદનો પાસપોર્ટ રદ્દ કરી નાંખ્યો છે.

આ ઉપરાંત તેના દ્વારા નવા પાસપોર્ટ માટે કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે આ વાતની જાણકારી આપી.

તેમણે કહ્યું કે નિત્યાનંદ ઘણા ગુનાહિત કેસમાં વોન્ટેડ છે. આ અંગેની જાણ તમામ દૂતાવાસોને કરી દેવાઇ છે. તેમજ આ મુદ્દે સ્થાનિક સરકારોને સંપર્કમાં રહેવાનું પણ દૂતાવાસોને જણાવી દેવાયું છે.

READ ALSO

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!