GSTV

સરકારનો મોટો નિર્ણય/ ડુંગળીની નિકાસ બાદ હવે બિયારણની નિકાસ પર પણ લગાવ્યો પ્રતિબંધ, ભાવ નીચે લાવવાનો પ્રયાસ

ભારત સરકારે ગૂરૂવારે ડુંગળીના બિયારણની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલી એક નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, આ પ્રતિબંધ તાત્કાલિક લાગૂ કરવામાં આવે. જણાવી દઈએ કે, દેશમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી છે. વિપક્ષીઓ પાર્ટીઓ પણ ડુંગળીના ભાવને લઈને સતત સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બુધવારના રોજ કહ્યુ હતું કે, ડુંગળીના વધતા જતા ભાવોથી જનતાને રાહત આપવા માટે સરકાર એક લાખ ટન બફર સ્ટોક કરવાની સાથે સાથે અલગ અલગ પગલા ઉઠાવી રહી છે. તોમરે વધુમાં કહ્યુ હતું કે, ડુંગળીના વધતા ભાવો પર સરકારે ધ્યાને દોર્યુ છે. અમે સમય પહેલા જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાથી આવકનો રસ્તો પણ ખુલ્લો થશે.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!