GSTV
India News Trending Uncategorized

કામના સમાચાર/ મકાન માલિકોની નહીં ચાલે મનમાની, રાજ્ય સરકારોને એક વર્ષમાં નવો કાયદો લાગુ કરવા આદેશ

મોદી સરકાર ભાડુઆતો માટે ટૂંક સમયમાં મોટા પગલાં લેવા જઈ રહી છે. હાઉસિંગ અને અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠન એસોચેમ દ્વારા હાઉસિંગ સેક્ટર પર આયોજીત એક સંમેલનને સંબોધન કરતાં તેમણે આ માહિતી આપી છે. હાઉસિંગ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ભાડૂતોના હિતની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં હાલના ભાડાના કાયદા ઘડાયા છે. તેમણે કહ્યું કે, ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, દેશભરમાં ૧.૧ કરોડથી વધુ મકાનો ખાલી છે, કારણ કે લોકો તેમને ભાડે આપવામાં ડરતા હોય છે. મિશ્રાએ કહ્યું, “તેમનું મંત્રાલય ખાતરી કરશે કે એક વર્ષમાં દરેક રાજ્ય આ મોડેલ કાયદાના અમલ માટે જરૂરી જોગવાઈઓ કરે.”

તેમણે કહ્યું, “અમને આશા છે કે આ કાયદો લાગુ થયા પછી, ખાલી ફ્લેટ્સમાંથી 60-80 ટકા ભાડા પર મળવા લાગશે.” તેમણે કહ્યું હતું કે રીઅલ એસ્ટેટ ડેવલપર્સ તેમના વણ વેચાયેલા મકાનોને ભાડેથી પણ આપી શકે છે.

આદર્શ ભાડુ કાયદા વિશે જાણો – શહેરી વિકાસ મંત્રાલયે જુલાઈ 2019માં આદર્શ ભાડુ કાયદોનો મુસદ્દો બહાર પાડ્યો હતો, જેમાં દરખાસ્ત કરવામાં આવી હતી કે મકાન માલિકે ભાડામાં ફેરફાર થયાના ત્રણ મહિના પહેલા લેખિત સૂચના આપવી પડશે.

જેમાં જિલ્લા કલેકટરને ભાડુઆત અધિકારી તરીકે નિમણૂક કરવા અને જો સમય જતાં ભાડુઆત વધારે રહે તો ભાડુતોને ભારે દંડ લાદવાની સલાહ આપવામાં આવી છે.
તાજેતરમાં રજૂ કરવામાં આવેલી પરવડે તેવી ભાડા હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના અંગે મિશ્રાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ઘણા સસ્તા ભાડા પર સ્થળાંતર કરનારા કામદારો માટે ભાડે રહેઠાણમાં કેન્દ્ર અને રાજ્યોની માલિકીના લાખો ફ્લેટોને રૂપાંતરિત કરવાનો છે.

તેમણે કહ્યું કે રાજ્યો આગામી એક વર્ષમાં આ સંદર્ભમાં જરૂરી કાયદા પસાર કરી શકે છે. મિશ્રાએ કહ્યું, ‘અમે મોટો સુધારો લાવવા જઈ રહ્યા છીએ. અમે ભાડાનો કાયદો બદલી રહ્યા છીએ. હાઉસિંગ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ભાડૂતોના હિતની સુરક્ષા માટે વિવિધ રાજ્યોમાં હાલના ભાડાના કાયદા ઘડાયા છે.

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV