GSTV

ખેડૂતો માટે ખુશખબર / બાસમતી અને નોનબાસમતી ચોખાની નિકાસને લઈને સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે (ભારત સરકાર) નિર્ણય લેતાં બાસમતી (એક્સપોર્ટ ક્વોલિટી ) અને નોન બાસમતી ચોખાના નિકાસની શરતોમાં ઢિલાશ મુકતા નિકાસકારોને રાહત થાય તેવો નિર્ણય લીધો છે. આ છૂટ યુરોપિયન દેશો માટે નિકાસમાં આપવામાં આવે છે. વાણિજ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનો 25 ટકા વૈશ્વિક હિસ્સો ધરાવતા ચોખાની નિકાસ કરનારો દેશ છે. અપિડાના આંક મુજબ નાણાકીય વર્ષ 2019-20ના એપ્રિલથી ફેબ્રુઆરીના પ્રથમ 11 મહિના દરમિયાન બાસમતી ચોખાની નિકાસ 38.36 લાખ ટનનીનિકાસ થઈ હતી. જોકે ગત નાણાકીય વર્ષના સમાન ગાળામાં 38.55 લાખ ટનથી થોડું ઓછું છે.

વર્ષ 2019-20ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન રૂપિયા 27427 કરોડ રૂપિયાની નિકાસ

મૂલ્યના હિસાબથી બાસમતી ચોખાની નિકાસ નાણાંકીય વર્ષ 2019-20ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન રૂપિયા 27427 કરોડ રૂપિયાની થઈ છે. જ્યારે કે ગત નાણાકિય વર્ષમાં 28604 કરોડ રૂપિયાના ચોખાની નિકાસ થઈ હતી. નોન બાસમતી ચોખાની નિકાસ નાણાકિય વર્ષ 2019-20 ના પ્રથમ 11 મહિનામાં ઘટીને 46.56 લાખ ટનની થઈ છે. જ્યારે કે ગત વર્ષે આ નિકાસ 68.25 લાખ ટન થઈ હતી.

સ્થાનિક બજારમાં ચોખા અને ડાંગરના ભાવમાં સુધારો જોવા મળ્યો

ચોખાની નિકાસ કરનારી કંપની કેઆરબીએલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલકુમાર મિત્તલે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બાસમતી ચોખાની માંગ સાઉદી અરેબિયા, યમન, યુએસ અને યુરોપિયન દેશો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી છે. કોરોના વાયરસ રોગચાળા દરમિયાન પણ આ દેશોની માંગ સારી રહી છે, જેના કારણે સ્થાનિક બજારમાં ચોખા અને ડાંગરના ભાવમાં સુધારો જોવા મળ્યો છે.

ઈરાન ભારતમાંથી બાસમતી ચોખાનો સૌથી મોટો આયાત કરનાર દેશ

ઈરાન ભારતમાંથી બાસમતી ચોખાનો સૌથી મોટો આયાત કરનાર દેશ છે, પરંતુ ભારતીય નિકાસકારોના નાણાં હજી પણ ઈરાનમાં અટવાયેલા હોવાથી નિકાસકારો સીધા ઇરાનમાં ચોખાની નિકાસ કરતા નથી.

ખાડી દેશોમાં બાસમતી ચોખાની નિકાસ સૌથી વધુ

ઓલ-ઇન્ડિયા રાઇસ એક્સપોટર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિનોદ કૌલે જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં 14.5 લાખ ટન બાસમતી ચોખાની ઈરાનમાં નિકાસ કરવામાં આવી હતી. જો કે, માર્ચમાં કોરોનાને લીધે ઇરાનમાં જતા ચોખા પર આવી કોઈ અસર જોવા મળી નથી. કૌલ કહે છે કે ખાડી દેશોમાં બાસમતી ચોખાની નિકાસ સૌથી વધુ છે. પરંતુ 75 થી 80 લાખ ટન બિન-બાસમતી ચોખાની નિકાસ અન્ય દેશોમાં પણ થાય છે.

READ ALSO

Related posts

આ જ બાકી હતું! તાનાશાહ કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, સ્કૂલના બાળકોએ દરરોજ દોઢ કલાક કરવું પડશે આ કામ

Bansari

આઝાદી બાદ પ્રથવાર કરોડો ખેડૂતો વચેટિયાઓથી આઝાદ થયા : મોદીએ બિલના ગણાવ્યા આ ફાયદા

pratik shah

અગત્યનું/ પાલતુ જાનવર માટે હવે લેવું પડશે લાયસન્સ, આ કામ નહીં કરો તો થશે કાર્યવાહી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!