GSTV
Gujarat Government Advertisement

લોકડાઉનમાં જનતાની સુવિધા માટે રૂપાણી સરકારે લીધા આ 4 મહત્વના નિર્ણય

CM Vijay Rupani

Last Updated on March 27, 2020 by Ankita Trada

ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) ની સ્થિતિને કારણે દેશ સહિત રાજ્યમાં પણ લોકડાઉન કરવામાં આવ્યુ છે, ત્યારે કોરનાને કારણે ગુજરાત સરકારે ચાર મહત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણયો મુખ્યંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યા છે.

ઓફલાઇન પદ્ધતિથી રાશન અપાશે

સરકારના નિર્ણય પ્રમાણે, રાજ્યમાં માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી એક મહિના માટે ઓફલાઇન પદ્ધતિથી રાશન, અનાજ અપાશે. અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીમાં સ્થગિત થઇ ગયેલા ગુજરાતી યાત્રિકો મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ-ભોજન વ્યવસ્થામાં રાજ્ય સરકાર સહાય સંકલન કરશે. જેમાં હેલ્પલાઇન 1070નો સંપર્ક સાધવાથી મદદ મળી રહેશે.

જિલ્લા તંત્રની 1077 હેલ્પલાઇન કાર્યરત

મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અંતે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતાં કહ્યું હતું કે, અન્ય રાજ્યોના ગુજરાતમાં વસતા શ્રમિકો-કામદારોના રહેવા-જમવાની વ્યવસ્થા માટે જિલ્લા તંત્રની 1077 હેલ્પલાઇન કાર્યરત, સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી જિલ્લાતંત્ર મદદરૂપ થશે. એ ઉપરાંત બિયારણ-ખાતર અને પેસ્ટીસાઇઝડ આવશ્યક ચીજવસ્તુઓ તરીકે જાહેર કરાઇ-જરૂરિયાત પ્રમાણે વિતરણ થઇ શકશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ભાવથી એપ્રિલ માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરવામાં નહીં આવે.

પાસ ઇસ્યુ કરાયા

વધુમાં અશ્વિનીકુમારે કહ્યું હતું કે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાથી તેમના ઘર, સોસાયટી, શેરી, મહોલ્લા નજીક મળી રહે તે માટે 28,500 જેટલા ફેરિયા, લારીધારકો, વેપારીઓને પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!