GSTV
Home » News » ગુજરાત સરકાર વિવિધ મહોત્સવો પાછળ કરે છે કરોડોનું એંધાણ, જાણો ક્યા કેટલાં વાપર્યા

ગુજરાત સરકાર વિવિધ મહોત્સવો પાછળ કરે છે કરોડોનું એંધાણ, જાણો ક્યા કેટલાં વાપર્યા

ગુજરાત તહેવારની ઉજવણીમાં મોખરે છે. ગુજરાતમાં વિદેશી મહેમાનો આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સહિત અને તહેવારોની રાજ્યકક્ષા લેવલે ઉજવણી કરે છે. જેમાં રાજ્ય સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. જેમાં છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે વાઇબ્રન્ટ નવરાત્રી, પતંગોત્સવ અને રણોત્સવમાં કુલ 2 હજાર 43.61 લાખનો ખર્ચ કર્યો છે. વિધાનસભા ગૃહમાં અમદાવાદ કૉંગેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગૃહમાં પ્રશ્નોતરી દરમિયાન પ્રશ્ન કર્યો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ, પતંગોત્સવ અને રણોત્સવ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.

જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2017 થી 18 માં નવરાત્રી મહોત્સવમાં કુલ 908.81 લાખ, પતંગોત્સવ 817.17 લાખ, રણોત્સવ 317.62 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વર્ષ 2018 થી 2019માં નવરાત્રિ મહોત્સવમાં 904.76 લાખ, પતંગોત્સવમાં 713.89 લાખ, રણોત્સવમાં કુલ 441.11 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તદઉપરાંત છેલ્લા બે વર્ષમાં જમવા રહેવા સહિત વાહન વ્યવહાર પાછળ વર્ષ 2017 થી 2018 નવરાત્રી મહોત્સવમાં જમવા- રહેવાનો 2.07 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 6.93 લાખ થયો હતો.

જ્યારે કે પતંગોત્સવમાં જમવા, રહેવાનો 47.48 લાખ અને વાહનવ્યવહારનો 30.84 લાખ રૂપિયા ખર્ચ થયો હતો. રણોત્સવમાં જમવા,રહેવા અને વાહનવ્યવહાર માટે કોઈ રકમ ખર્ચ કરવામાં આવી નથી. ઉપરાંત વર્ષ 2018 થી 2019 સુધીમાં નવરાત્રી મહોત્સવમાં જમવા રહેવાનો 31.59 લાખ અને વાહનવ્યવહાર નો ખર્ચ 25.97 લાખ રૂપિયા ખર્ચ થયો હતો.

પતંગોત્સવમાં જમવા-રહેવાનો 86.82 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 30.23 લાખ રૂપિયા થયો હતો. રણોત્સવમાં જમવા-રહેવાનો 26.58 લાખ અને વાહનવ્યવહારનો ખર્ચ 6.03 લાખ થયો હતો. આમ રાજ્ય સરકારે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે કરોડો રૂપિયા ખર્ચ કર્યો હોવાનું વિધાનસભા ગૃહમાં સામે આવ્યું હતું.

કરોડોના તાયફા

વર્ષ ૨૦૧૭-૧૮

 • નવરાત્રિ મહોત્સવ                        ૯૦૮.૮૧ લાખ
 • પતંગોત્સવ                        ૮૧૭.૧૭ લાખ
 • રણોત્સવ                                ૩૧૭.૬૨ લાખ

વર્ષ ૨૦૧૮-૧૯

 • નવરાત્રિ મહોત્સવ                        ૯૦૪.૭૬ લાખ
 • પતંગોત્સવ                        ૭૧૩.૮૯ લાખ
 • રણોત્સવ                                ૪૪૧.૧૧ લાખ

વર્ષ ૨૦૧૭-૧૮

નવરાત્રિ મહોત્સવ               

 • જમવા-રહેવા        ૨.૦૭ લાખ
 • વાહન વ્યવહાર        ૬.૯૩ લાખ

વર્ષ ૨૦૧૭-૧૮

પતંગોત્સવ

 • જમવા-રહેવા        ૪૭.૪૮ લાખ
 • વાહન વ્યવહાર        ૩૦.૮૪ લાખ

વર્ષ ૨૦૧૮-૧૯

નવરાત્રિ મહોત્સવ               

 • જમવા-રહેવા        ૩૧.૫૯ લાખ
 • વાહન વ્યવહાર        ૨૫.૯૭ લાખ

વર્ષ ૨૦૧૮-૧૯

પતંગોત્સવ

 • જમવા-રહેવા        ૮૬.૮૨ લાખ
 • વાહન વ્યવહાર        ૩૦.૨૩ લાખ

વર્ષ ૨૦૧૮-૧૯

રણોત્સવ

 • જમવા-રહેવા        ૨૬.૫૮ લાખ
 • વાહન વ્યવહાર        ૬.૦૩ લાખ

READ ALSO

Related posts

અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનાં સરકારનાં પગલાથી કાંઇ વળ્યું નથી, 70 હજાર કરોડનું પેકેજ અપુરતું

Riyaz Parmar

ગાંધીનગરના કમલમ ખાતે વડાપ્રધાન મોદીના પ્રદર્શનને મુકાયુ ખુલ્લુ

Kaushik Bavishi

9 નવેમ્બરે થશે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, દરરોજ 5 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!