GSTV

કોરોના મહામારીને લઈને રાજ્ય સરકારે બોન્ડેડ તબીબોને બે દિવસમાં હાજર થવા આપ્યો આદેશ

રાજ્યમાં કોરોનાની મહામારીને નાથવા માટે મોટી સંખ્યામાં તબીબની જરૂર ઉભી થઈ છે. ત્યારે સરકારી મેડિકલ કોલેજમાં પી.જી અભ્યાસ કરનાર અને અભ્યાસ પૂર્ણ કરનાર બોન્ડેડ તબીબોને બે દિવસમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે. જેના માટે સરકારે 2020ના બોન્ડેડ 925 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

બોન્ડેડ ઉમેદવાર ગેરહાજર

જિલ્લોઉમેદવારની સંખ્યા
દાહોદ૨૫૩
છોટાઉદેપુર૧૬૮
નર્મદા૧૦૧
કચ્છ૪૯
વલસાડ૩૩
બનાસકાંઠા૩૩
પંચમહાલ૩૧
ડાંગ૩૦
અમરેલી૧૪

જે પૈકી સૌથી વધુ ઉમેદવાર દાહોદમાં છે. જેની સંખ્યા 253 છે. જે બાદ છોટાઉદેપુરમાં 168, નર્મદામાં 101 અને કચ્છમાં 49 જેટલા બોન્ડેડ ઉમેદવાર ગેરહાજર છે. ત્યારે સરકારના આદેશનું જે ઉમેદવાર પાલન નહી કરે તેની વિરૂદ્ધ એપેડેમીક એક્ટના જાહેરનામા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

READ ALSO

Related posts

PUBG Mobile Global Championship 2020 ટુર્નામેન્ટનો 21 જાન્યુઆરીથી પ્રારંભ, જાણો કઇ રીતે તેને LIVE નિહાળી શકશો

Pravin Makwana

આણંદ/ જ્વેલર્સની દુકાનમાં તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં લૂંટી ગયા, સીસીટીવી નહીં હોવાનો ફાયદો ઉઠાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!