GSTV

જમીન માપણી સર્વેમાં નદી ખેતરમાં અને ખેતરો રોડ પર : 262 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ફેલ

Last Updated on July 25, 2018 by

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની વિશ્વનીયતા સામે સવાલો ઉઠવાના સતત ચાલુ છે અને આ સર્વેમાં એટલું બધુ પોલંપોલ ચાલ્યું છે કે, ખેડૂતોએ આખી જમીન માપણી રદ કરીને નવેસરથી જ જમીન માપણી કરવાની માગ કરી છે. ત્યારે આવો જોઇએ વિશેષ અહેવાલ જમીન માપણીનું પોલંપોલ…

ગુજરાત સરકારના રૂ. ૨૬૨ કરોડના જમીન રિસર્વેના પ્રોજેક્ટમાં પોલંપોલ હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એજન્સીને જમીન માપણીની કામગીરી સોંપાઈ હતી પરંતુ તેમણે ખેતરોમાં જઈને જમીન માપણી કરવાના બદલે સેટેલાઈટની મદદથી જ માપણી કરતા જમીનોના કબજેદારો બદલાઈ ગયા છે. રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઇ નથી.

  • રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઇ નથી.
  • “હા જમીન માપણીમાં ભૂલો થઈ છે અમે સુધારવા પ્રયત્ન કરીશું.
  • આઇઆઇસીટી ટેકનોલોજી નામની આ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી
  • આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે.
  • રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સર્વે નંબરો

ગુજરાત સરકાર દ્વારા રૂ. ૨૬૨ કરોડનો જમીન માપણીનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ માપણીની કામગીરી હૈદરાબાદની ખાનગી એજન્સી પાસે કરાવવામાં આવી હતી. આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. આઇઆઇસીટી ટેકનોલોજી નામની આ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી હતી… ઉપરાંત, અધિકારીઓને પણ કામગીરીની પુરતી ચકાસણી વગર જ કામગીરી પૂર્ણ થયાના પ્રમાણપત્રો ઈસ્યૂ કરી દેવાયા હતા. આટલું જ નહીં, ખાનગી એજન્સીને તે અંગેની ચુકવણી પણ કરી દેવાઈ છે. લેન્ડ સર્વેમાં જો 15 ફૂટનો પણ તફાવત આવે તો એજન્સીએ એના પોતાના ખર્ચે ફરી સર્વે કરવાની શરત હતી. હવે આખા ગૌચર ગાયબ થઇ ગયા હોવા છતાં પણ કંપની સામે કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. એટલું જ નહીં રાજ્ય સરકાર આ કંપનીનું બ્લન્ડર છાવરવા માટે પોતાના ખર્ચે વાંધા અરજીઓમાં આવતા સર્વે કરાવી રહી છે.

હવે આખા મામલે કોર્ટમાં પીઆઇએલ થઇ ત્યારે પહેલી વખત સરકારે જમીન માપણી બાબતે પીછેહઠ કરવી પડી અને કબૂલાત કરવી પડી કે “હા જમીન માપણીમાં ભૂલો થઈ છે અમે સુધારવા પ્રયત્ન કરીશું. પરંતુ દરેક જિલ્લામાં પસંદ કરેલા ગામમાં જો સરકાર દ્વારા સાચી દાનતથી ફરીથી જમીન માપણી કરવામાં આવશે તો દૂધનું દૂધ ને પાણી નું પાણી થઈ જશે  અને સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 50% કરતા વધારે જમીન માપણીમાં ભૂલો નીકળે તો જમીન માપણી આખેઆખી રદ્દ કરવી જોઈએ અને ફરીથી જમીન માપણી કરવી જોઈએ.

Related posts

મોદીજીને ખુશ કરવાના ચક્કરમાં સુરત મનપાએ ભગો વાળ્યો, એ લોકોને પણ આપ્યા સર્ટિફિકેટ જેમણે રસી લીધી જ નથી

Pritesh Mehta

પેટ્રોલ ડીઝલના ભાવ જીએસટીમાં ન કરાયા સામેલ, જૂનાગઢમાં જનતાએ દર્શાવ્યો આક્રોશ

Pritesh Mehta

ડાંગરનું બિયારણ નકલી નીકળતા ખેડૂતો ગિન્નાયા, ધોળકા ખેતીવાડી અધિકારીને કરી ઉગ્ર રજૂઆત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!