GSTV

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાને લઈ મોદી સરકારની ઝાટકણી કાઢી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાને ઝંપલાવ્યું છે. ડૉ.મનમોહન સિંહે અર્થ વ્યવસ્થાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. મુંબઇમાં તેમણે જણાવ્યું કે, ભાજપને જે કામ કરવા માટે મત મળ્યો, તે કામ કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. મહારાષ્ટ્રનો ઉત્પાદન ગ્રોથ છેલ્લા 4 વર્ષથી સતત ઘટી રહ્યો છે. દેશમાં ઉદ્યોગો મંદ પડી રહ્યા છે. અર્થ વ્યવસ્થાને ખરાબ મેનેજમેન્ટથી નુક્સાન ભોગવવું પડી રહ્યું છે. મહારાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાની અનેક ઘટનાઓ સામે આવી છે. મહારાષ્ટ્રની ભાજપ સરકાર લોકોના હિતની નીતિ બનાવવામાં નિષ્ફળ ગઈ છે. અમારા કાર્યકાળમાં મહારાષ્ટ્રના અનેક નેતાઓએ સાથે કામ કર્યું છે. તમામ મહારાષ્ટ્રનું હિત ઈચ્છતા હતા. ખેડૂતો માટે દેવા માફી પણ અમે કરી હતી.

370 પર મોદીના સવાલોના તીખા જવાબ આપ્યા

પૂર્વ વડાપ્રધાનએ કલમ 370 દૂર કરવા પર વડાપ્રધાન મોદીના સવાલોના તીખા જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ કલમ 370 દૂર કરવાના સમર્થનમાં મત આપ્યા હતા અમારી પાર્ટી તેની વિરુદ્ધમાં નથી.

સીતારમણના આરોપ પર પલટવાર

નાણામત્રી નર્મલા સીતારમણે પીએમસી બેંક માટે પોતાને જવાબદાર ઠેરવવા પર સિંહે પલટવાર કર્યો છે. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકાર માત્ર વિપક્ષ પર દોષનો ટોપલો નાખે છે, સમાધાન શોધવામાં નિષ્ફળ રહી છે. અર્થવ્યવસ્થાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધીને કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તથા RBI (ભારતયી રિઝર્વ બેંક)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કાર્યકાળમાં સરકારી બેંકોએ પોતાનો ખરાબ સમય જોયો છે.

મનમોહન સિંહને મળશે PMC બેંકના ખાતેદારોનું ગ્રુપ

પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંકના ખાતેદારોનું એક પ્રતિનિધિમંડળ આજે મુંબઈમાં પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહને મળશે. પ્રતિનિધિમંડળ બેંકની ફરિયાદ પર ચર્ચા કરશે અને મામલામાં અનેક હસ્તક્ષેપનો આગ્રહ કરશે.

દર વર્ષે ઘટી રહ્યો છે વિકાસ દર

મનમોહનસિંહે કહ્યું કે પાંચ ટ્રીલીયન ડોલર અર્થ વ્યવસ્થા માટે 10 થી 12 ટકાનો ગ્રોથ રેટ જરુરી છે, પણ ભાજપના સાશનમાં દર વર્ષે વિકાસ દર નીચે આવી રહ્યો છે. આઈએમએફે આ વર્ષે ભારતનો વિકાસ દર ઘટાડીને 6.1 કરી નાખ્યો છે. દર વર્ષે ગગડી રહેલા વિકાસ દરના કારણે હું નથી માનતો કે વર્ષ 2024 સુધી આપણી અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે.

READ ALSO

Related posts

ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં સરકાર ખેડૂતોના રોષનો ભોગ બની, પાવર સબ સ્ટેશનને જ લગાવી દીધી આગ

Mayur

‘ગંભીરે’ રાજનીતિને ‘ગંભીર’ રીતે ન લેતા દિલ્હીમાં લાગ્યા પોસ્ટર, ‘શું તમે આ વ્યક્તિને જોયો છે ?’

Bansari

જામનગરમાં પ્રોફેસરની કાર પર ભડાકા કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!