GSTV

Manipulated Media પર Twitterને મોદી સરકારનો જવાબ, ‘ટૂલકિટ’ની તપાસમાં દખલ ન કરો

Last Updated on May 21, 2021 by Pritesh Mehta

ટૂલકિટ કેસને લઈને ભાજપ-કોંગ્રેસ આમને સામને છે, આ વચ્ચે ટ્વીટરે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રના ટ્વીટને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવ્યું હતું. એટલે કે તેમના દ્વારા કરવામાં આવેલ દાવો તથ્યાત્મક રૂપે સાચો નથી. ટ્વીટરના આ એક્શન બાદ કોંગ્રેસ ભાજપ પર વધુ હુમલાઓ કરી રહી છે. તો હવે ટૂલકિટ મામલે સંચાર મંત્રાલયે ટવીટરના એક્શન પર વાંધો વ્યક્ત કર્યો છે સાથે જ કહ્યું છે કે તે તપાસ પ્રક્રિયામાં ન પડે.

કેન્દ્ર સરકારના કોરોના પ્રયાસોને બદનામ કરવાને લઈને સંબિત પાત્રાએ કોંગ્રેસ દ્વારા ‘ટૂલકિટ’નો સહારો લેવાનો દાવો કરો હતો. પરંતુ ટ્વીટરે સંબિત પાત્રાના આ ટ્વીટને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ટ્વીટરને મેનિપ્યુલેટેડ  ટેગ હટાવવા કહ્યું છે કારણકે સમગ્ર મામલો કાયદા અમલીકરણ એજન્સી પાસે તપાસમાં છે. કન્ટેન્ટની સત્યતાની તપાસ એજન્સી કરશે. ન કે ટ્વીટર. એટલે ટ્વીટરે તપાસ પ્રકારીયામાં દખલ ન દેવી જોઈએ.

ટૂલકિટ

સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ટ્વીટર પોતાનો નિર્ણય ન સંભળાવી શકે જયારે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ટ્વીટર દ્વારા આ રીતના કન્ટેન્ટને મોડરેશનમાં નાખવું ‘મધ્યસ્થ’ તરીકે તેની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઉભો કરે છે. મંત્રાલયે ટ્વીટરને આપેલ પોતાના સંદેશમાં કહ્યું છે કે સંબંધિત પક્ષોમાંથી એક કાયદા અમલીકરણ એજન્સી સામે ટૂલકિટની સત્યતા પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે અને તેની તપાસ ચાલી રહી છે.

સરકારે જણાવ્યું છે કે જયારે એજન્સી ટૂલકિટની સચ્ચાઈ  પર તપાસ કરી છે, ત્યારે ટ્વીટરે આ મામલે એક તરફી નિષ્કર્ષ કાઢીને મનસ્વી રીતે તેને ‘મેનિપ્યુલેટેડ મીડિયા’ ગણાવી દીધું છે. ટ્વીટર દ્વારા આ રીતે ટેગિંગ પૂર્વ નિર્ધારિત, પૂર્વગ્રાહી અને એજન્સી દ્વારા તપાસને રંગ આપવાનું એક જાણીજોઈને કરવામાં આવેલ પ્રયાસ હોય તેમ લાગી રહ્યું છે. મંત્રાલયે ટ્વીટરને રીતની એકતરફી કાર્યવાહીને નિષ્પક્ષ તપાસ પ્રક્રિયાને પ્રભાવિત કરવાનું કાવતરું ગણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

BIG NEWS / ખેડૂતો માટે ખુશખબર, રાજ્ય સરકારના મહત્વના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતોને થશે મોટો ફાયદો

Dhruv Brahmbhatt

પેટની ભૂખ: અચાનક રસ્તાઓ પર ઉતરી આવ્યું અસંખ્ય વાંદરાઓનું ટોળું, ચાર મીનિટ માટે લગાવ્યું ટ્રાફિક જામ

Pravin Makwana

BIG BREAKING: અશ્લીલ ફિલ્મ મામલે શિલ્પા શેટ્ટીના પતિ રાજની મુશ્કેલી વધી, 14 દિવસની પોલીસ કસ્ટડીમાં કુંદ્રા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!