GSTV

કાશ્મીરીઓની જમીન બચાવવા માટે નવો કાયદો લાવશે સરકાર, સંસદમાં રજૂ કરાશે બિલ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના લોકોના જમીન અધિકારને સુરક્ષિત કરવા માટે એક નવો કાયદો લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેથી બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કર્યા પછી, કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોની ચિંતાઓ દૂર થઈ શકે. સંસદમાં આને લગતો ખરડો રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

આ મામલાથી વાકેફ એક અધિકારીએ કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોના જમીન અધિકાર માટે નવા કાયદાઓ રજૂ કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેનાથી જમ્મુ-કાશ્મીરના લોકોની બધી જ ચિંતાઓ દૂર થઈ જશે.” અધિકારીએ કહ્યું કે સંસદમાં આ ખરડો પસાર થયા પછી જમ્મુ-કાશ્મીરમાં લોકોનો જમીનનો અધિકાર ગુમાવવાનો ડર દૂર થઈ જશે.

પૂર્વપર્તી જમ્મુ-કાશ્મીર રાજ્યને બે ભાગમાં વહેંચાયા પછી કોઈ ચૂંટણીઓ ન થવાને કારણે, જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોઈ વિધાનસભા નથી, તેથી આને લગતો ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ આર્ટિકલ 370ને રદ કરી દીધો હતો, જેનાથી જમીન અથવા સ્થાવર મિલકત અને નોકરી પરના સ્થાનિક લોકોના વિશેષાધિકારોનો અંત આવ્યો. આ પછી, જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બહારનાં લોકો આવીને સ્થાયી થવાની સંભાવના ઉભી થઈ હતી.

સરકારે 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી દીધા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ખીણમાં વિરોધને ધ્યાનમાં રાખીને સુધારણાના એક અઠવાડિયામાં જમ્મુ-કાશ્મીર માટેના નવા નિવાસસ્થાનના નિયમ અંગેના આદેશને પલટાવ્યો હતો. સુધારેલા ઓર્ડર મુજબ, ફક્ત રહેવાસીઓ કે જેઓ ડોમિસાઇલ સર્ટિફિકેટ ધરાવે છે, તેઓને ત્યાંની નોકરીઓમાં ભરતી માટે અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.

READ ALSO

Related posts

હવે ચાલશે ‘ઓરેન્જ’ અને ‘મેંગો’ સ્પેશિયલ ટ્રેનો, નાના ખેડૂતોના ફળ-શાકભાજીને ખાસ ટ્રેનોથી આખા દેશમાં પહોંચાડશે રેલવે

Mansi Patel

બોલીવૂડ ડ્રગ્સકાંડમાં પીએમઓ રાખી રહ્યું છે સીધી નજર, સરકારના ખાસ અધિકારીને મોકલ્યા મુંબઈ

Karan

પૈસાને થૂક લગાવીને ગણવા લક્ષ્મી હાનિના છે સંકેત, આ સંકેત જણાવશે કેવો છે તમારો આવનારો સમય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!