ખેડૂતો માટે સાન્તા ક્લોઝ બની રહી છે મોદી સરકાર, આ છે મોટુ કારણ

સરકાર સંકટમાં ફસાયેલા ખેડૂતોની મદદ માટે અનેક ઉપાયો વિચારી રહી છે. સામાન્ય ચૂંટણી અગાઉ રાષ્ટ્રીય સ્તરે દેવું માફ કરવા માટે દબાણ વધી રહ્યું છે. એ જોઈને સરકારી વિભાગોમાં સક્રિયતા વધી છે. એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતો ક્રેડિટ કાર્ડ અંતર્ગત અન્ય કોઈ જામીન રખાવ્યા વિના અપાતી લોનની મર્યાદા બેગણી કરીને 2 લાખ રૂપિયા કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને કવરેજ વધારવામાં આવી શકે છે અને દાવાઓની પતાવટ ઝડપથી થાય એવા પગલાં ઉઠાવવામાં આવી શકે છે. નીતિ આયોગ આ મામલે કૃષિ અને નાણાં મંત્રાલયોની સાથે તમામ સંભવ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. તેમાં ઋણમાફીની સંભાવના પણ સામેલ છે.

દેશમાં 4 કરોડથી વધુ કેસીસી એકાઉન્ટ

અધિકારીએ કહ્યું હતું, ‘અમે સ્ટ્રક્ચરલ રિફોર્મ શરૂ કરવાના ઉપાયો પર વિચાર કરી રહ્યા છીએ.’ તેમણે કહ્યું હતું કે ઋણમાફી કોઈ રામબાણ ઈલાજ તો નથી પરંતુ આ મામલે કોઈપણ નિર્ણય રાજકીય સ્તરે લેવામાં આવી શકે છે. એક સિનિયર બેન્કરે પણ જણાવ્યું હતું કે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા ઉપરાંત પાક વીમા યોજનાની કેટલીક શરતોને બદલવાની ચર્ચા ચાલી રહી છે. તેમણે કહ્યું હતું, ‘આ વાત અંગે પણ ચર્ચા ચાલી રહી છે કે એગ્રીકલ્ચરલ બેડ લોનના ક્લાસિફિકેશન પર વિચાર કરી શકાય કે નહીં.’ અત્યારે ખેડૂતોને નવી લોન મેળવવામાં મૂળ રકમ અને વ્યાજ, બંનેની ચૂકવણી કરવાની હોય છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને આંચકો લાગ્યો છે અને ત્યારે આગામી બજેટમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા અને ખેતી પર વધુ લક્ષ આપવામાં આવી શકે છે એવા અહેવાલો આવી ચૂક્યા છે. દેશમાં 4 કરોડથી વધુ કેસીસી એકાઉન્ટ છે, જેના પર 2.37 લાખ કરોડ રૂપિયા બાકી છે.

લોનની મર્યાદા બે ગણી કરીને 2 લાખ રૂપિયા કરાશે

કેસીસીની ગાઈડલાઈન્સ અનુસાર આરબીઆઈએ બેન્કોને 1 લાખ રૂપિયા સુધીની લોન માટે માર્જિનની જરૂર પ્રમાણે છૂટ આપવાની અનુમતિ આપી છે. હવે જામીન વિના લોનની મર્યાદા બે ગણી કરીને 2 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. સરકાર કેસીસીને રુપે એટીએમ કમ ડેબિટ કિસાન ક્રેડિટ કાર્ડમાં બદલવા પર ભાર મૂકી રહી છે કેમકે તેનાથી ફંડ હાંસલ કરવામાં સરળતા રહેશે. એક પૂર્વ બેન્કરે કહ્યું  હતું કે જામીન વિના લોનની મર્યાદા બેગણી કરવાના સ્થાને વધુ પ્રભાવી કદમોની આવશ્યકતા છે.

કૃષિ ઋણમાફીથી ક્રેડિટ સાઈકલ વધુ ડિસ્ટર્બ થશે

સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ફોર્મર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એમ પી શોરાવાલાએ કહ્યું હતું, ‘પોતાનું ઋણ ચૂકવી દેનારા ખેડૂતો માટે સરકારને વ્યાજમાં વધુ  છૂટ આપવા પર વિચાર કરવો જોઈએ.’ તેમણે કહ્યું હતું કે કેટલાક રાજ્યોમાં ઘોષિત કૃષિ ઋણમાફીથી ક્રેડિટ સાઈકલ વધુ ડિસ્ટર્બ થશે.’ જો કે અધિકારીએ કહ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં બેડ લોન કંપનીઓની પાસે ફસાયેલી લોનથી ઓછી છે. તેમણે કહ્યું હતું, ‘આ વર્ષે માર્ચ સુધી એગ્રીકલ્ચચર અને તેની સાથે સંકળાયેલ ગતિવિધિઓને સંબંધિત ગ્રોસ બેડ લોન 85344 કરોડ રૂપિયા હતી.’ શિડ્યુલ્ડ કમર્શિયલ બેંકોની કુલ બેડ લોન પોર્ટફોલિયો 8.45 લાખ કરોડ રૂપિયાનો છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આસામ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢે કૃષિ ઋણમાફીની ઘોષણાઓ કરી છે. કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રીય સ્તરે ઋણમાફીની ઘોષણા કરવાનું દબાણ વિપક્ષની તરફથી થઈ રહ્યું છે. આ પહેલા 2008માં રાષ્ટ્રીય સ્તરે 52,000 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter