GSTV
Home » News » મોદી કેબિનેટ આ નિર્ણયની મંજૂરીને માને છે ગેમચેંજર

મોદી કેબિનેટ આ નિર્ણયની મંજૂરીને માને છે ગેમચેંજર

મોદી કેબિનેટે આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગ માટે નોકરીઓ અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની મંજૂરીના નિર્ણયને ગેમચેંજર માનવામાં આવી રહ્યો છે. ભાજપ મોદી સરકારને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તો વિપક્ષી દળોએ ચૂંટણીલક્ષી ગણાવ્યો છે. ત્યારે આ વચ્ચે અસલી પરીક્ષા આજે થશે. સંસદમાં મોદી સરકાર આજે અનામત સંબંધી સંવિધાન સંશોધન વિધેયક રજૂ કરશે. આ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી એક દિવસ વધારાઈ છે. એટલે કે રાજ્યસભા હવે બુધવાર સુધી ચાલશે.

હાલની વ્યવસ્થા પ્રમાણે સામાન્ય વર્ગને અનામત પ્રાપ્ત નથી. લાંબા સમયથી આ માગ કરાતી હતી કે આર્થિક નબળા વર્ગને આધાર પર કોટા નિર્ધારિત કરવામાં આવે. અંતે સોમવારે મોદી સરકારે કેબિનેટમાં આ દિશામાં 10 ટકા અનામત આપવાનો મોટો નિર્ણય જાહેર કર્યો છે. જે હાલની 50 ટકા અનામતથી અલગ હશે. કેમકે હાલ સંવિધાનમાં 50 ટકા અનામતની વ્યવસ્થા છે. એવામાં સરકાર આજે આ સંબંધમાં સંસદમાં સંવિધાન સંશોધન વિધેયક રજૂ કરશે.

Related posts

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કાશ્મીરમાં EDએ આતંકીઓની 6 સંપતિઓ કરી જપ્ત, સૈયદ સલાઉદ્દીન સાથે કનેક્શન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!