GSTV

લોકડાઉનનો મોદી સરકાર આ રીતે લઈ રહી છે ફાયદો, કોરોનાને જળમૂળથી ઉખાડવાનો આ રહ્યો પ્લાન

corona

Last Updated on April 17, 2020 by Alap Ramani

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે આ સ્થિતિનો ફાયદો લઇને સ્વાસ્થ્ય વિભાગ મોટાપાયે ટેસ્ટિંગની યોજના બનાવી રહ્યું છે. હાલના સમયમાં દેશમાં દરરોજ 21 હજારથી 30 હજાર સેમ્પલના ટેસ્ટ થઇ રહ્યા છે. સરકારની યોજના છે કે આ એપ્રિલના અંત સુધીમાં આ સંખ્યા વધારીને 80 હજાર કરી દેવામાં આવશે.

આ રાજ્યોમાં સેમ્પલની સંખ્યા વધારવા જણાવ્યું

આમ થવાથી રેડ હોટસ્પોટ ઝોન, યેલો પોટેન્શિયલ હોટસ્પોટ ઝોન અને ગ્રીન ઝોનનું નિર્ધારણ કરવામાં મદદ મળશે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ઝોનને ટેસ્ટિંગના આધારે નક્કી કરવામાં આવશે. બુધવારે ગૃહ મંત્રાલય તરફથી લોકડાઉનની ગાઇડલાઇન્સ ઇશ્યૂ થયા બાદ સ્વાસ્થ્ય મંત્રાલયે યુપી, બંગાળ, ઓડિશા, પંજાબ, હરિયાણા અને બિહાર જેવા રાજ્યોમાં ટેસ્ટિંગના સેમ્પલની સંખ્યા વધારવા જણાવ્યું છે.

સમસ્યાની ગંભીરતાને સમજો

કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે વધુમાં વધુ ટેસ્ટિંગનો મતલબ છે કે તમે સમસ્યાની ગંભીરતાને સમજી રહ્યા છો અને હોટસ્પોટ નક્કી કરી રહ્યા છો. આ પહેલા ગુરૂવારે સરકારે જણાવ્યું હતુ કે અત્યાર સુધીમાં 2.90 લાખથી વધુ સેમ્પલનો ટેસ્ટ થઇ ચુક્યો છે. જો એક શિફ્ટમાં કામ કરવામાં આવે તો દરરોજ 42 હજાર 418 સેમ્પલનો ટેસ્ટ કરી શકાય છે. જેથી જો બે શિફ્ટમાં કામ કરવામાં આવે તો દરરોજ 78 હજાર સુધી ટેસ્ટ થઇ શકે છે.. દેશમાં છ સપ્તાહ સુધી પુરતી કિટ પણ છે. અને ક્ષમતા પણ છે.

READ ALSO

Related posts

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!