GSTV

તીજોરી ખાલીઃ સરકારી કર્મચારીઓને પગાર ચુકવવા માટે સરકારે આવતા મહિને લેવી પડી શકે છે લોન

Last Updated on July 3, 2020 by pratik shah

કોરોનાના કારણે ઉદ્યોગ-ધંધા બંધ થવાથી સરકારને પ્રાપ્ત થનારી રાજસ્વમાં મોટો ઘટાડો આવ્યો છે. તેના કારણે સરકારી તીજોરી ખાલી થઈ રહી છે. હવે હાલ એવા થયા છે કે, આવનારા મહિને સરકાર પાસે પોતાના કર્મચારીઓને પગાર દેવો પણ મુશ્કેલ થઈ જશે. સરકારી કર્મચારીઓને પગાર દેવા માટે સરકારને લોન કે કર્જો કરવો પડી શકે છે તેવી ચિંતા મહારાષ્ટ્રના મદદ અને પુનર્વસન મંત્રી વિજય વડેટ્ટટીવારે પુણેમાં સંપન્ન થયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

પગારકાપની સ્થિતિ પણ સર્જાશે

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે સરકારી રાજસ્વમાં ઘટાડો થયો છે. જેના કારણે આવનારા મહિનામાં કર્મચારીઓે પગાર દેવા માટે લોન લેવી પડી શકે છે. તેની સાથે જ મદદ અને પુનર્વસન, સ્વાસ્થ્ય અને અન્ય બે વિભાગોને છોડીને બાકીના વિભાગોમાં પગારકાપની નોબત આવી ગઈ છે. જ્યારે ડૉક્ટર, નર્સ અને તેની સાથે સંબંધિત કોરોના યોદ્ધાઓના પગાર દેવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી.

કેન્દ્ર સરકારના પેકેજના પૈસા મળ્યાં નથી

તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં ઉદ્યોગ, વેપાર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે. તેના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ ગંભીર થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના આર્થિક પેકેજના પૈસા હજુ સુધી મળ્યા નથી. તે માટે આ ગંભીર પરિસ્થિતિને જોતા રાજ્યને કેન્દ્ર સરકારની જલ્દીથી મદદ મળવી જોઈએ. પરંતુ આવું થતુ જોવા મળી રહ્યું નથી.

Related posts

ઓગસ્ટમાં તહેવારોની વણજાર: શ્રાવણમાં આ તારીખે આવી રહ્યો છે ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન

Pravin Makwana

અસ્તિત્વની લડાઈ: આદિવાસી હિન્દુ નહીં હોવાનો દાવો ! આઝમગઢ કિલ્લા પર ફરકાવેલો ભગવો ઝંડો ફાડી નાખ્યો, પૂજા કરવા માગતા સાંસદની ધરપકડ

Pravin Makwana

સરકારી નોકરી / આવકવેરા વિભાગમાં 10 પાસ માટે નોકરીઓ, ઝડપથી અરજી કરો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!