મોદી સરકાર સવર્ણો પર ફરી વરસી, અનામત બાદ આપી દીધી આ મોટી ભેટ

કેન્દ્ર સરકારે હાલમાં જ આર્થિકપણે પછાત સવર્ણોને સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. હવે સરકાર તે અંતર્ગત ગરીબ સવર્ણોને રાજ્ય સરકાર દ્વારા ચાલતા ઓઇલ માર્કેટિંગ કંપની હેઠળ પેટ્રોલ પમ્પ અને રસોઈ ગેસ એજન્સી ફાળવણી કરશે. બે સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે, “આ કંપનીઓ કેન્દ્ર સરકારની અનામત નીતિનું અનુસરણ કરશે.”

EWS શ્રેણીને 10 ટકા અનામત આપવાનો ઔપચારિક પ્રસ્તાવ

સરકારી અધિકારીએ કહ્યું કે, “નવા લાગૂ થયેલ કાયદાના સૂચિત થયા બાદ EWS શ્રેણીને 10 ટકા અનામત આપવાનો ઔપચારિક પ્રસ્તાવ યોગ્ય સમય પર શરૂ કરવામાં આવશે”. પેટ્રોલિયમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. અધિકારીઓએ કહ્યું કે, વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ તાત્કાલિક સૂચન કરવામાં આવશે.

ઓબીસી કોટાની શરૂઆત મનમોહન સિંહ સરકારે કરી

રાજ્યના પ્રભુત્વ ધરાવતા બળતણના છૂટક વેપારી- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં પહેલેથી જ અનુસુચિત જનજાતિ, અનુસુચિત જાતિ અને અન્ય પછાત વર્ગોને માટે અનામત નીતિ છે. પેટ્રોલ પંપ અને એલપીજી એજન્સીની ફાળવણીમાં ઓબીસી કોટાની શરૂઆત મનમોહન સિંહ સરકારના નેતૃત્વ વાળી યૂપીએ સરકારે 20 જુલાઈ, 2012માં કરી હતી. પૂર્વોતર રાજ્યમાં છૂટક દુકાનોના અનામત માટેનું સામાજીક અને આર્થિક માળખું અલગ છે. વર્તમાનમાં આ પ્રકારની ફાળવણી 22.5 ટકા એસસી અને એસટી માટે 27 ટકા ઓબીસી માટે છે. જ્યારે સમગ્ર દેશમાં સામાન્ય વર્ગના લોકો માટે 50.5 ટકા છે. પરંતુ આ ટકાવારી અરુણાચલ પ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં અલગ છે. પૂર્વોતર રાજ્યમાં છૂટક દુકાનોના અનામત માટેનું સામાજીક અને આર્થિક માળખું અલગ અલગ છે. અરુણાચલમાં એસટી માટે 70 ટકા અનામત છે.

અલગ અલગ શ્રેણીમાં કોટાની અંદર કોટા

અલગ અલગ શ્રેણીમાં કોટાની અંદર કોટા છે. જેમાં સુરક્ષાબળ અને મહિલાઓનો પણ સમાવેશ છે. એચપીસીએલના ભૂતપૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર એસ રોય ચૌધરીએ કહ્યું કે ઈડબ્લ્યૂએસ શ્રેણી હેઠળ અનામત આપવાનું પગલું સારૂ છે પરંતુ સરકારે તે નક્કી કરવુ પડશે કે ગ્રાહક અને કંપનીને તેનાથી કોઈ તકલીફ નહી થાય. ત્યાં જ પેટ્રોલિયમ ક્ષેત્રના નિષ્ણાંતોનું કહેવું છે કે ઘણી વખત લાભાર્થીઓ આ ફાળવણીનો ખોટો ફાયદો ઉઠાવે છે અને તેનો લાભ સ્થાનીક વ્યાપારીઓને આપી દે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter