GSTV
Business India News Trending

Provident Fund: ટેક્સ ફ્રી વ્યાજ માટે PF મર્યાદામાં થઈ શકે છે વધારો, સરકારી કર્મચારીઓની બરોબર મળશે લાભ

સરકાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં કર મુક્ત યોગદાનની મર્યાદાને બેગણી કરી શકે છે. હાલમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ મર્યાદા 2.5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે. જ્યારે સરકારી કર્મચારી માટે આ મર્યાદા મહત્તમ 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ છે. જાણકારોનું કહેવું છે કે, અલગ અલગ ખંડમાંથી ઉઠી રહેલી માગને જોતા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ EPFમાં કર મુક્ત યોગદાનની મર્યાદા વધારીને સરકારી કર્મચારીઓની બરોબર એટલે કે, 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, EPFOના દાયરામા આવતી અસંગઠિત ક્ષેત્રની દરેક કંપનીને પોતાના કર્મચારીઓને EPF નો લાભ આપવો જરૂરી છે. EPFમાં એમ્પ્લોયર તથા એમ્પ્લોઈ બંને તરફથી યોગદાન રહે છે. જે કર્મચારીની બેસિક સેલરી+DA નું 12-12 ટકા હોય છે. જો કે, 12 ટકા યોગદાનમાંથી 8.33 ટકા એમ્પ્લોઈ પેન્શન સ્કીમ EPS માં જાય છે અને બાકીનો ભાગ કર્મચારીના પીએફમાં જાય છે.

બેંક

EPFમાં રોકાણ અને વ્યાજ પર ટેક્સ બેનિફિટ

EPFમાં રોકાણ આવક વિભાગના કાયદા અનુસાર સેક્શન 80 સી અંતર્ગત ટેક્સ ડિડક્શનનો ફાયદો મળે છે. એટલે કે, એક નાણાકીય વર્ષમાં 1.50 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે. EPFથી મળતી મેચ્યોરિટી અમાઉંટ અને 5 વર્ષનીનોકરી પુરી થયા બાદ કરવામાં આવેલા વિડ્રોલ પર ટેક્સ નથી કપાતો. જો કે, વ્યાજ પર ટેક્સને ળઈને હવે નિયમ બદલાઈ ચુક્યા છે.

1 એપ્રિલથી લાગૂ થઈ ગયો છે નિયમ

આ નિયમ 1 એપ્રિલ 2021થી લાગૂ થઈ ચુક્યો છે. અને 1 એપ્રિલ 2021ના રોજ અથવા તે બાદ વાળા પીએફ હોલ્ડર માટે માન્ય છે. સીબીડીટીએ ઓગસ્ટ 2021માં જાણ કરી હતી. આ નવા નિયમથી કર્મચારીઓને સીધા પ્રભાવિત કરશે. જેની આવક ઉચ્ચ છે અને તે વોલેંટરી પ્રોવેડેંટ ફંડ દ્વારા મોટા ટેક્સ ફ્રી વ્યાજ આવક પ્રાપ્ત કરી લે છે. 31 માર્ચ 2021 સુધી ઈપીએફ અને વીપીએફ ખાતામાં થઈ ગયેલા કોન્ટ્રીબ્યૂશન આ નવા નિયમથી પ્રભાવિત નહીં થાય.

READ ALSO

Related posts

એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ

GSTV Web Desk

શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત

GSTV Web Desk

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

Hardik Hingu
GSTV